જામનગર આઈટીઆરએ ખાતે 2000થી વધુ યોગપ્રેમીઓ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાયા
જામનગર, 21 જૂન (હિ.સ.) : આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આઈટીઆરએ જામનગર દ્વારા આજરોજ ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે, કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસનું આયોજન ધન્વંતરી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીની અધ્યક્ષતામ
ITRA ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી


જામનગર, 21 જૂન (હિ.સ.) : આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આઈટીઆરએ જામનગર દ્વારા આજરોજ ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે, કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસનું આયોજન ધન્વંતરી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીની અધ્યક્ષતામાં અને કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના લક્ષ્મણ દેવ સ્વામીજીના અતિથિ વિશેષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કર્મચારીઓ, સિઆઇએસએફના જવાનો, ડબ્લ્યુએચઓ - જીતીએમસીના, કર્મચારીઓ, ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીના સભ્યો અને જાહેર જનતા સહિત માતબર સંખ્યામાં ૨૦૦૦થી વધુ લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. અભૂતપૂર્વ પ્રતિસાદ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ યોગ મુદ્રાઓ થકી યોગને આત્મસાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આઈટીઆરએ યોગ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલા 'યોગ ફ્યૂઝન' થકી સંગીત અને યોગ સંગમ કરી અવિસ્મરણીય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કરેલી યોગની પહેલની વૈશ્વિક યાત્રાને પ્રદર્શિત કરતી ઝાંખી સ્વરૂપે ઓડિયો-વિડિઓ માધ્યથી યોગ હું થી હું નો સંગમ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જામનગર માટે ગૌરવની ક્ષણ છે કે આઈટીઆરએ અને તેની ટીવી ચેનલ ANCN ટીમ પ્રયાસોથી પ્રો. વૈદ્ય મનોજ નેસરી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande