ભરૂચમાં નીટ યુજી રી-એક્ઝામ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
- 82.92% વિદ્યાર્થીઓ આપશે મેડિકલ રેસમાં લડત -અગાવ નીટનું પેપર ફૂટી જતા બીજી વખત પરીક્ષામાં વિધાર્થીઓ નિરસ જોવા મળતા 345 ગેરહાજર ભરૂચ 21 જૂન (હિ.સ.) નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આજે દેશભરની સાથે ભરૂચ શહેરમાં પણ નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષાનું ચુસ
ભરૂચમાં નીટ યુજી રી-એક્ઝામ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન


ભરૂચમાં નીટ યુજી રી-એક્ઝામ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન


- 82.92% વિદ્યાર્થીઓ આપશે મેડિકલ રેસમાં લડત

-અગાવ નીટનું પેપર ફૂટી જતા બીજી વખત પરીક્ષામાં વિધાર્થીઓ નિરસ જોવા મળતા 345 ગેરહાજર

ભરૂચ 21 જૂન (હિ.સ.)

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આજે દેશભરની સાથે ભરૂચ શહેરમાં પણ નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષાનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કડક નિયમો સાથે આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના અલગ-અલગ પાંચ પરીક્ષા કેન્દ્રો પર યોજાયેલી આ પરીક્ષા ખૂબ જ શાંતિપૂર્ણ અને ગરિમાપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. આ પરીક્ષામાં ભરૂચ કેન્દ્ર પર નોંધપાત્ર 82.92% હાજરી નોંધાઈ છે.

5 કેન્દ્રો પર 2021 વિદ્યાર્થીઓમાંથી 1676એ પરીક્ષા આપી ભરૂચ શહેરના પાંચ નિર્ધારિત કેન્દ્રો પર પરીક્ષા માટે કુલ 2021 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવી હતી. જેમાંથી આજે યોજાયેલી રી-એક્ઝામમાં કુલ 1676 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા. જ્યારે વિવિધ કારણોસર 345 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ભરૂચ સિટી કોડ 2215 હેઠળ સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પર તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી હતી.

ચુસ્ત સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ પરીક્ષા કેન્દ્રોની બહાર વહેલી સવારથી જ વાલીઓ અને વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી હતી. કેન્દ્ર પર પ્રવેશતા પહેલા તમામ વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ડિજિટલ મોનિટરિંગ અને સરકારી ગાઈડલાઈન્સનું કડક પાલન કરાયું હતું. ભરૂચના તમામ 5 કેન્દ્રો પર પરીક્ષા કોઈપણ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં વહીવટી તંત્ર અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

ફરી વખત પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર થોડો થાક જોવા મળ્યો હતો. ઘણા બધા વર્ગખંડની મેં મુલાકાત લીધી તે દરમિયાન વિદ્યાર્થીઓ માથું ઢાળીને સુતા હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. એટલે કે વિદ્યાર્થીઓએ આખી રાતનો ઉજાગરો કર્યો હશે અને પછી પરીક્ષા આપવા આવ્યા હશે. દેશના સામાન્ય નાગરિક તરીકે આપણે આપણા બાળકોને આ પરિસ્થિતિમાં મુકાતા ન જોવા હોય તો નૈતિકતા જાળવવી જ પડશે અને પેપરો લીક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે .આ માત્ર વહીવટી તંત્રની જવાબદારી નથી આ તમામ નાગરિકોની પણ જવાબદારી છે. પેપર લીક કરવા વાળા પેપર લીક ક્યારે કરે છે જ્યારે તેની માંગણી હોય છે ત્યારે. બાળકોને તેમની મહેનતથી આગળ આવવા દઈએ સાચા રસ્તે થતો સપોર્ટ યોગ્ય છે પરંતુ ખોટા રસ્તાઓ પસંદ કરી અને બાળકોને સપોર્ટ કરી રહ્યા છે તેવું માનતા હોય તેવા વાલીઓ ચેતી જાય .તમારા એક બાળક માટે તમે લાખો બાળકોને નિરાશા આપો છો જે યોગ્ય નથી. વધુમાં ફરીથી પરીક્ષા લેવાય તેમાં હાજરીની ટકાવારી ઓછી છે કારણ કે અગાઉ આપેલા પેપરનું પરિણામ જાહેર થઈ ગયું છે અને તેમાં કદાચ ઓછો સ્કોર કરવાવાળા વિદ્યાર્થીઓ ઉપસ્થિત નહીં રહ્યા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે.

જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ ભરૂચ

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande