નેત્રંગ મામલતદારે વધુ બે રેતી ભરેલા હાઈવા ડમ્પર ઝડપી પાડ્યા
-ખનિજ માફિયાઓ પર તંત્રનો સપાટો 90 લાખનો મુદ્દામાલ સીઝ કરાતા ફફડાટ -સીઝ કરાયેલ બન્ને ટ્રકને નેત્રંગ પોલીસ કસ્ટડીમાં સુરક્ષિત રખાઈ કાયદેસરની કાર્યવાહી શરૂ ભરૂચ 21 જૂન (હિ.સ.) નેત્રંગ તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા બિનઅધિકૃત ખનિજ ખનન અને વહન પ્રવૃત
નેત્રંગ મામલતદારે વધુ બે રેતી ભરેલા હાઈવા ડમ્પર ઝડપી પાડ્યા


નેત્રંગ મામલતદારે વધુ બે રેતી ભરેલા હાઈવા ડમ્પર ઝડપી પાડ્યા


-ખનિજ માફિયાઓ પર તંત્રનો સપાટો 90 લાખનો મુદ્દામાલ સીઝ કરાતા ફફડાટ

-સીઝ કરાયેલ બન્ને ટ્રકને નેત્રંગ પોલીસ કસ્ટડીમાં સુરક્ષિત રખાઈ કાયદેસરની કાર્યવાહી શરૂ

ભરૂચ 21 જૂન (હિ.સ.) નેત્રંગ તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા બિનઅધિકૃત ખનિજ ખનન અને વહન પ્રવૃત્તિઓ સામે નેત્રંગ તાલુકા વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર ખનિજ વહન કરતા વાહનો ઝડપાયા હતા. આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરી ખનિજ કાયદા અને નિયમો અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

નેત્રંગ-રાજપારડી રસ્તા પર આવેલ જુના નેત્રંગ વિસ્તારમાં હોળી ચકલા ફળીયા પાસે રેતી ભરેલ બે ટ્રકો ઉભેલી છે.જે હકીકત બાતમી મળતા જગ્યા પર તપાસ કરતા બે ટ્રક રેતી ભરેલ હોય તેના ચાલકો ટ્રકો બિનવારસી મુકે ભાગી ગયા હતા જેને લઈ આખી રાત પોલીસ બંદોબસ્ત મુકવામાં આવેલ હતો.આ બન્ને ટ્રકો ટ્રક નં GJ 22 U 3609 અને GJ 16 W 2060 સંબંધિત વાહનોને પોલીસ બંદોબસ્ત સાથે નેત્રંગ મામલતદાર કચેરી ખાતે લાવી તપાસ કરાતા રોયલ્ટી પાસ વગરની માલુમ પડતા તાત્કાલિક સીઝ કરી ખનિજ કાયદા અને નિયમો મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નેત્રંગ વહીવટી તંત્રની આ રેડ દરમિયાન અંદાજે 90 લાખની કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. હાલમાં સીઝ કરવામાં આવેલી ટ્રકને મામલતદાર કચેરી, નેત્રંગ ખાતે નેત્રંગ પોલીસની ચુસ્ત કસ્ટડી હેઠળ સુરક્ષિત રીતે રાખવામાં આવી છે. હાલ છેલ્લા અઠવાડિયામાં કુલ 9 જેટલી રેતી,ક્વોરીસ્પોઈલ તેમજ અન્ય ખનિજ ભરેલ હાઈવા ડમ્પર પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.આ ઓપરેશનને પગલે ગેરકાયદેસર ખનિજ ચોરી કરતા તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

નેત્રંગ મામલતદાર કલ્પેશ ગળિયા દ્વારા બિનઅધિકૃત ખનિજ ખનન અને પરિવહન સામે સતત લેવાઈ રહેલા કડક પગલાંને કારણે સ્થાનિક ભૂમાફિયાઓ તેમજ તેમને છાવરતા રાજકીય આકાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કાર્યવાહીમાંથી બચવા અને પોતાના વાહનો છોડાવવા માટે માફિયાઓ અને તેમના સમર્થકો દ્વારા દોડધામ શરૂ કરી દેવામાં આવી છે, જેને પગલે મામલતદાર કચેરી ખાતે અચાનક આટાફેરા અને ચહલપહલ વધી ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે.

વહીવટી તંત્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે આ પ્રકારની ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવશે

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande