જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં, ખર્ચનો હિસાબ ન આપનાર ઉમેદવારોને નોટીસ
જામનગર, 21 જૂન (હિ.સ.) : જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ ચૂંટણી અધિકારીને આપવાનો હોય છે. જે હિસાબ ન આપવાના લઇને જિલ્લા પંચાયતની ચાર બેઠકોના ઉમેદવારોને નોટીસ ફટકારવ
જિલ્લા પંચાયત જામનગર


જામનગર, 21 જૂન (હિ.સ.) : જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ ચૂંટણી અધિકારીને આપવાનો હોય છે.

જે હિસાબ ન આપવાના લઇને જિલ્લા પંચાયતની ચાર બેઠકોના ઉમેદવારોને નોટીસ ફટકારવામાં આવી છે. તે જ રીતે જિલ્લાની ધ્રોલ તાલુકા પંચાયત અને લાલપુર તાલુકા પંચાયતની કુલ નવ બેઠકોના ઉમેદવારોને પણ ચૂંટણી ખર્ચના હિસાબને લઇને નોટીસ આપવામાં આવી હોવાનું સુત્રોમાંથી માહિતી મળી રહી છે.

જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી. આ ચૂંટણી ઉમેદવારી કરનાર ઉમેદવારોએ ચૂૂંટણી દરમિયાન કરેલા ખર્ચના હિસાબ ચૂંટણી અધિકારી સમક્ષ સમય મર્યાદામાં રજૂ કરવાનો હોય છે.

આ ચૂંટણીપંચના નિયમની અવગણના કરનાર જિલ્લા પંચાયતની ચાર બેઠકોના ઉમેદવારોને નોટીસ આપવામાં આવી છે. જેમાં જોડિયા, ખારવ, લતીપર અને મોરકંડાની બેઠકના ઉમેદવારનો સમાવેશ થાય છે.

જામનગર જિલ્લાની ધ્રોલ તાલુકા પંચાયત અને લાલપુર તાલુકા પંચાયતના બે ઉમેદવારો મળી કુલ નવ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ ચૂંટણી અધિકારીને સમયસર ન આપતા ચૂંટણી અધિકારી દ્વારા આ નવ ઉમેદવારોને નોટીસ આપવામાં આવી છે.

જેમાં લાલપુર તાલુકા પંચાયતની ભણગોર અને નાંદુરી બેઠકના ઉમેદવારોને નોટીસ આપેલ છે. તેમજ ધ્રોલ તાલુકા પંચાયતની લતીપર-2, જાયવા, હાડાટોડા, ભેસદડ બેઠકના ઉમેદવારને ચૂંટણી ખર્ચનો હિસાબ આપવા અંગે ચૂંટણી અધિકારી દ્વારા નોટીસ આપીને હિસાબ આપવા જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande