અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રિજ નજીક, સ્ક્રેપ ગોડાઉનમાં કેમિકલ વેસ્ટના કારણે ભીષણ આગ
બાજુમાં આવેલી શ્રમજીવીની ઝૂંપડી બળીને ખાખ થઈ જતા ગૃહિણીના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું ધુમાડાના ગોટેગોટા ઉડતા ભયનો માહોલ સર્જાયો હતો 2 ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ભરૂચ 21 જૂન (હિ.સ.) ભરૂચ જિલ્લાના પાનોલી વિસ્તારમાં આવ
અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રિજ નજીક સ્ક્રેપ ગોડાઉનમાં કેમિકલ વેસ્ટના કારણે ભીષણ આગ

બાજુમાં આવેલી શ્રમજીવીની ઝૂંપડી બળીને ખાખ થઈ જતા ગૃહિણીના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું

ધુમાડાના ગોટેગોટા ઉડતા ભયનો માહોલ સર્જાયો હતો

2 ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો

ભરૂચ 21 જૂન (હિ.સ.)

ભરૂચ જિલ્લાના પાનોલી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી. ગોડાઉનમાં મોટા જથ્થામાં કેમિકલ વેસ્ટ રાખવામાં આવ્યો હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા નજરે પડતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને 2 ફાયર ફાઇટરોની મદદથી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

શ્રમજીવી પરિવાર નિરાધાર બન્યો, ખાવા માટે અન્નનો દાણો પણ ન બચ્યો તેનો રંજ રહી ગયો.આ ભીષણ આગની ઝપેટમાં ગોડાઉનની બિલકુલ બાજુમાં આવેલી એક શ્રમજીવી પરિવારની ઝૂંપડી પણ આવી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઝૂંપડીમાં રાખેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. પોતાનું આખું ઘર અને જીવનભરની કમાણી નજર સામે રાખ થઈ જતાં પરિવારની ગૃહિણી પોક મૂકીને રડી પડી હતી. તેના કરુણ આક્રંદથી હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પીડિત પરિવારે જણાવ્યું હતું કે, આગમાં બધું જ નાશ પામ્યું છે અને હવે તેમની પાસે ખાવા માટે એકપણ ચીજવસ્તુ બચી નથી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગરીબ પરિવાર રસ્તા પર આવી ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande