પાવીજેતપુરના તારાપુર રોડ ઉપર વીજ પોલ તૂટી પડતા રાહદારીઓમાં ભયનો માહોલ
-વીજ પુરવઠો ખોરવાતા લોકો હેરાન – તૂટી પડેલા વીજ પોલને તાત્કાલિક દૂર કરી સુરક્ષિત રીતે વીજ પ્રવાહ શરૂ કરવાની લોકમાગ છોટાઉદેપુર , 21 જૂન (હિ.સ.) પાવીજેતપુર તાલુકાના તારાપુર રોડ ઉપર વીજ વિભાગનો એક વીજ પોલ અચાનક તૂટી પડી જતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્
વીજ પોલ


વીજ પોલ


વીજ પોલ


વીજ પોલ


-વીજ પુરવઠો ખોરવાતા લોકો હેરાન – તૂટી પડેલા વીજ પોલને તાત્કાલિક દૂર કરી સુરક્ષિત રીતે વીજ પ્રવાહ શરૂ કરવાની લોકમાગ

છોટાઉદેપુર , 21 જૂન (હિ.સ.) પાવીજેતપુર તાલુકાના તારાપુર રોડ ઉપર વીજ વિભાગનો એક વીજ પોલ અચાનક તૂટી પડી જતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. માર્ગ ઉપર વીજ પોલ પડી જતાં વાહનચાલકો, રાહદારીઓ તેમજ આસપાસના રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ ન હતી, પરંતુ મોટી દુર્ઘટના સર્જાઈ શકવાની શક્યતા વચ્ચે લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર તારાપુર રોડ ઉપર આવેલ વીજ પોલ અચાનક નમીને માર્ગની ઉપર પડી ગયો હતો. પોલ સાથે જોડાયેલા વીજ વાયર પણ નીચે આવી જતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે આસપાસના વિસ્તારોમાં વીજળી બંધ થઈ જતાં સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા. રોડ ઉપર વીજ પોલ પડેલો હોવાથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ખાસ કરીને બે-ચક્રી વાહનચાલકો અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અકસ્માતનો ભય ઉભો થયો હતો. સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક વીજ પોલ જૂના અને જર્જરિત હાલતમાં હોવાથી આવા બનાવો બનવાની શક્યતા સતત રહેતી હોય છે. સમયસર સમારકામ અને જાળવણી કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓ ટાળી શકાય તેમ છે. ગ્રામજનોએ વીજ વિભાગને તૂટી પડેલા વીજ પોલને તાત્કાલિક દૂર કરી નવા પોલની સ્થાપના કરવા તેમજ વીજ પ્રવાહ સુરક્ષિત રીતે પુનઃ શરૂ કરવા માંગ કરી છે. સાથે જ તારાપુર રોડ સહિત સમગ્ર વિસ્તારમાં આવેલા જર્જરિત વીજ પોલનું સર્વેક્ષણ કરી જરૂરી સમારકામ હાથ ધરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

ફોટોલાઇન : પાવીજેતપુરના તારાપુર રોડ ઉપર તૂટી પડેલ વીજપોલ તસવીરમાં નજરે પડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande