જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કરો યોગ રહો નિરોગને સાર્થક કર્યું
- આધુનીક જીવન શૈલીમાં સંતુલન લાવવા પૃથ્વી અને માનવ જાતીના કલ્યાણ માટેનો અનોખો સંદેશ ભરૂચ, 21 જૂન (હિ.સ.) : ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય ધ્વારા માન્યતા પ્રાપ્ત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિવિધ કેન્દ્ર
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કરી યોગ રહો નિરોગને સાર્થક કર્યું

- આધુનીક જીવન શૈલીમાં સંતુલન લાવવા પૃથ્વી અને માનવ જાતીના કલ્યાણ માટેનો અનોખો સંદેશ

ભરૂચ, 21 જૂન (હિ.સ.) :

ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય ધ્વારા માન્યતા પ્રાપ્ત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિવિધ કેન્દ્રો ખાતે યોગ શિબિરનું આયોજન કરી આધુનીક જીવન શૈલીમાં સંતુલન લાવવા અને સમગ્ર પૃથ્વી તથા માનવ જાતીના કલ્યાણ માટેનો અનોખો “Yoga For Healthy Ageing” નો સંદેશ આપ્યો હતો. નિયામક ઝયનુલ સૈયદ ધ્વારા તાલીમાર્થીઓને યોગ ધ્વારા એકતા શાંતી તંદુરસ્તી માટેનું સવિશેષ અનુભવ કરવા અને સામાજીક ચેતનાને ઉજાગર કરવા સૌ તાલીમાર્થીઓને અનુરોધ કર્યો હતો.

આ તબક્કે જે.એસ.એસ ભરૂચ ખાતે યોગ બોર્ડના કો-ઓર્ડિનેટર બિનીતા પ્રજાપતી ધ્વારા તાલીમાર્થીઓને વિવિધ આસનો અને તેમના ઉપયોગો વિશે માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ. હાંસોટ કેન્દ્ર ખાતે જે.એસ.એસના હિનાબેન પટેલ અને યોગ કોચ ધ્વારા યોગ બોર્ડ તરફથી જે.એસ.એસના તાલીમાર્થીઓને યોગ વિશે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

જ્યારે અંકલેશ્વર તાલુકાનાં ભડકોદરા ગામ ખાતે જે.એસ.એસ ભરૂચ ધ્વારા યોગા ટ્રેનીંગ આસીસ્ટન્ટની તાલીમનુ ઉદઘાટન યોગ કોઓર્ડીનેટર કામીનાબેન રાજ દ્વારા કરાયુ હતુ અને 20 તાલીમાર્થી બહેનોને વિના મૂલ્યે યોગા ટ્રેનીંગ આસીસ્ટન્ટની તાલીમની વ્યવસ્થા કરી ટ્રેનર પલ્લવી સૂરતી ધ્વારા તાલિમનો શુભારંભ કરાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande