જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના અનેક કેન્દ્રમાં કેન્દ્ર વ્યવસ્થાપકની ભરતી
જુનાગઢ 21 જૂન (હિ.સ.) જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો તલિયાધર પ્રા. શાળા, ઈટાળા પ્રા. શાળા,બેલા પ્રા. શાળા,રામેશ્વર પ્રા. શાળા, રામેશ્વર કેન્દ્રોમાં કેન્દ્ર વ્યવસ્થાપકની નિયત માનદ વેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણૂ
જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના અનેક કેન્દ્રમાં કેન્દ્ર વ્યવસ્થાપકની ભરતી


જુનાગઢ 21 જૂન (હિ.સ.) જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો તલિયાધર પ્રા. શાળા, ઈટાળા પ્રા. શાળા,બેલા પ્રા. શાળા,રામેશ્વર પ્રા. શાળા, રામેશ્વર કેન્દ્રોમાં કેન્દ્ર વ્યવસ્થાપકની નિયત માનદ વેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણૂક આપવાની થાય છે. આ ભરતી થયા બાદ અનેક ગામોમાં મધ્યાહન ભોજન યોજનાની કાર્યકરોની કમી દુર થશે, તેવું માનવામાં આવી રહ્યું છે.

જેમાં ઉપરોક્ત મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં ઉમેદવારી નોંઘાવવા ઈચ્છતા ઉમેદવારોએ નિયત નમુનામાં અરજી સાથે જરૂરી તમામ આધાર પુરાવા સાથે કચેરી સમય દરમિયાન મામલતદાર કચેરી, મઘ્યાહન ભોજન શાખા, સરદાર બાગ, જૂનાગઢ(ગ્રામ્ય) નો સંપર્ક કરવો અને તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે. તેમ જૂનાગઢ(ગ્રામ્ય) મામલતદાર દ્વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande