જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ
જુનાગઢ 21 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ રૂમ ખાતે આયોજિત આ બેઠકમાં વિવિધ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ


જુનાગઢ 21 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ રૂમ ખાતે આયોજિત આ બેઠકમાં વિવિધ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૬ ના ગત મે અને હાલના જૂન મહિનામાં હેલમેટ ના પહેરવા બદલ, રોંગ સાઇડમાં લેન ડ્રાઇવિંગ, વ્હીકલમાં આગળ લાઇટ ન હોવી, ઓવરટેઇક કરવું આ બાબતો સર દંડ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ ઉપરાંત તાજેતરમાં ઝાંઝરડા ચોકડીથી ધોરાજી ચોકડી સુધીના નવો રોડ બનાવવો, નવા પાંચ બ્લેક સ્પોટ આઇડેન્ટીફાઈ કરવા, ડાર્ક રોડ ઉપર સ્ટ્રીટ લાઇટિંગ મુકાવવી, લાલ ફ્લેશીંગ બીકોન મુકાવવા, ડેન્જર જગ્યાઓ પર સાઇનબોર્ડ મુકાવવા, રંબલ સ્ટ્રીપ્સ મુકાવવી, નવા રોડ માર્કિંગ કરાવવા, નવા પેવમેન્ટ માર્કિંગ, હેઝાર્ડ માર્કિંગ કરાવવા સહિતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ ઉપરાંત જિલ્લામાં અમુક જગ્યાએ કોઈ કોઈ દ્વારા ગેરકાયદેસર રીતે રસ્તા ઉપર અને નેશનલ હાઇવે ઉપર ડીવાઈડર તોડી નાખવામાં આવે છે જેથી લોકો શૉર્ટકટનો ઉપયોગ કરી શકે. આ અંગે જિલ્લા કલેકટરએ સ્પષ્ટ તાકીદ કરી હતી કે આવા અસામાજિક રીતે ન્યૂસન્સ ફેલાવતા લોકો સામે ટૂંક સમયમાં જ કડક રીતે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત નજીકના સમયમાં જ ડિસ્ટ્રિક્ટ હાઇવે સેફટી ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવશે.

આ યુનિટમાં જિલ્લા કલેકટર, આર.ટી.ઓ., પોલીસ, રોડ રસ્તાનું કામ કરતી વિવિધ એજન્સીઓ અને નેશનલ હાઇવેઝ ઓથોરીટી ઓફ ઇન્ડિયા આટલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે દર મહિને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં નેશનલ હાઇવેની આસપાસ આવેલા તમામ પ્રકારના વાણિજ્યિક બાંધકામોની વિઝિટ કરવામાં આવશે અને ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક ધોરણે તોડી પાડવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટરએ ખૂબ જ સ્પષ્ટ રીતે સૂચના આપી છે.

આ ઉપરાંત જૂના સાઇનબોર્ડ, ઊખડી ગયેલા કલરવાળા પટ્ટા હોય કે ફેડેડ ઝીબ્રા ક્રોસિંગ હોય ત્યાં ફરીથી અને તાત્કાલિક ધોરણે થર્મો પ્લાસ્ટીક પેઇન્ટિંગ કરાવવું, શાળા કોલેજોમાં માર્ગ સલામતી જન જાગૃતિના કાર્યક્રમો યોજવા, પ્રધાનમંત્રી રાહત યોજના, પ્રધાનમંત્રી રાહવીર યોજના વગેરેનો સતત અને જરૂરી પ્રચાર પ્રસાર થાય તે માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત મદદ કરનારને રૂ.૨૫,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર છે અને ગમખ્વાર અકસ્માતનો ભોગ બનનારને રૂ.૧.૫ લાખ સુધીની સહાય મળવાપાત્ર છે. સમગ્ર જિલ્લામાં આ અંગેના પોસ્ટર્સ લગાવવામાં આવશે જેથી લોકો વધુ જાગૃત બને.

આ તકે જિલ્લા કલેકટરએ અંતમાં જણાવ્યું હતું કે, માત્ર કોઈ જીવલેણ અકસ્માતોને જ આપણે ધ્યાનમાં રાખીને આગળ વધીએ અને એ મુજબ જ યોજના અમલમાં મૂકી એ પણ યોગ્ય નથી. દરેક જીવન કિંમતી છે તેથી તમામ પ્રકારના અકસ્માતોને ધ્યાનમાં રાખીને જ સર્વાંગી મૂલ્યાંકનો કરવામાં આવે તે ખૂબ જ આવશ્યક છે. ઉક્ત સમીક્ષા બેઠકમાં સમિતિના સંલગ્ન તમામ અધિકારીગણ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande