સરકારી માધ્યમિક શાળા બામણગઢ ખાતે “એક પેડ મા કે નામ” અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ ઉજવાયો
-આચાર્યા ડૉ. કોકિલાબેન ઉંધાડે વિદ્યાર્થીઓને પ્રેરિત કરી, બે-બે વૃક્ષ દત્તક આપ્યા: દરરોજ બોટલનું વધેલું પાણી પાવા માટેની અનોખી સમજ અપાઈ જુનાગઢ, 21 જૂન (હિ.સ.) ભેંસાણ તાલુકાની બામણગઢ સરકારી માધ્યમિક શાળા ખાતે, વેકેશનના બીજા અઠવાડીયામાં શાળા પરિવાર
સરકારી માધ્યમિક શાળા બામણગઢ ખાતે


-આચાર્યા ડૉ. કોકિલાબેન ઉંધાડે વિદ્યાર્થીઓને પ્રેરિત કરી, બે-બે વૃક્ષ દત્તક આપ્યા: દરરોજ બોટલનું વધેલું પાણી પાવા માટેની અનોખી સમજ અપાઈ

જુનાગઢ, 21 જૂન (હિ.સ.) ભેંસાણ તાલુકાની બામણગઢ સરકારી માધ્યમિક શાળા ખાતે, વેકેશનના બીજા અઠવાડીયામાં શાળા પરિવાર દ્વારા “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમની ઉજવવાણી કરવામાં આવી હતી. શાળાના સ્ટાફ મિત્રો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળા પરિસરમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળાના આચાર્ય ડૉ. કોકિલાબેન ઉંધાડે, વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ માટે વિશેષ પ્રેરિત કર્યા હતા. આ અંતર્ગત દરેક વિદ્યાર્થીને બે - બે વૃક્ષ દત્તક આપવામાં આવ્યા હતા, જેને વિદ્યાર્થીઓએ પોતે જાતે જ ઉછેરીને મોટા કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. આચાર્યએ વિદ્યાર્થીઓને વ્યવહારૂ સમજ આપતા જણાવ્યું હતુ કે, શાળાએ આવતા દરરોજ સવારે દરેક વિદ્યાર્થી પોતાને દત્તક આપેલ વૃક્ષની માવજત કરશે અને શાળામાંથી રજાના સમયે ઘરે જતી વખતે પોતાની પાણીની બોટલમાં જે વધેલું પાણી હોય, તે દરરોજ આ વૃક્ષને પીવડાવશે.

શાળાના વિદ્યાર્થીઓએ આ અનોખી વાતને ખૂબ જ હોંશભેર વધાવી લીધી હતી અને ઘરેથી છાણિયું ખાતર લાવીને વૃક્ષોને ઉછેરી મોટા કરવાનો ખૂબ જ પોઝિટિવ પ્રતિસાદ આપ્યો હતો. શાળા પરિવાર દ્વારા જણાવાયું હતુ કે, શાળામાં આવતા બાળકો ખરેખર કુમળા છોડ જેવા હોય છે અને તેમને જે મુજબ વાળવામાં આવે તે મુજબ તેઓ ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે, જેનો શાળા પરિવારને આત્મસંતોષ છે. આગામી સમયમાં હજુ પણ વરસાદની ઋતુ દરમિયાન વધુ વૃક્ષારોપણ કરવા તેમજ શાળા પરિસરમાં તુલસીના છોડ વાવીને સનાતન સંસ્કૃતિને જીવંત રાખવાનું એક વિશેષ અભિયાન શાળા દ્વારા હાથ ધરવામાં આવશે. તેમ એક અખબારી યાદિમાં જણાવવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande