રાણાવાવમાં વરલી મટકાનો જુગાર રમી રહેલ શખ્સ ઝડપાયો.
પોરબંદર, 22 જૂન (હિ.સ.) રાણાવાવ બસ સ્ટેન્ડ સામે વિરમપાનવાળી ગલીના નાકે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વરલી મટકાનો જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસની કાર્યવાહી દરમિયાન ઈકબાલ કાસમભાઈ સમા , રાણ
રાણાવાવમાં વરલી મટકાનો જુગાર રમી રહેલ શખ્સ ઝડપાયો.


પોરબંદર, 22 જૂન (હિ.સ.) રાણાવાવ બસ સ્ટેન્ડ સામે વિરમપાનવાળી ગલીના નાકે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વરલી મટકાનો જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસની કાર્યવાહી દરમિયાન ઈકબાલ કાસમભાઈ સમા , રાણાવાવ, જાહેર સ્થળે વરલી મટકાના આંકડાઓ પર બેટિંગ લઈ જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું.દરોડા દરમિયાન આરોપીની પાસેથી વરલી મટકાના આંકડાઓ લખેલા કાગળ, એક બોલપેન અને રોકડા રૂ. 18,500 મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 18,500નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. બનાવ અંગે રાણાવાવ પોલીસે જુગારધારા ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande