રાધનપુરમાં આગામી મોહરમ અને તાજીયા પર્વને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
પાટણ, 22 જૂન (હિ.સ.)રાધનપુરમાં આગામી મોહરમ અને તાજીયા પર્વને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. વાઢીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો, તાજીયા કમિટીના સભ્યો
રાધનપુરમાં આગામી મોહરમ અને તાજીયા પર્વને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા શાંતિ સમિતિની બેઠક યોજાઈ.


પાટણ, 22 જૂન (હિ.સ.)રાધનપુરમાં આગામી મોહરમ અને તાજીયા પર્વને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. વાઢીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો, તાજીયા કમિટીના સભ્યો અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

બેઠકમાં તાજીયાના જુલૂસના રૂટ, ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા સહિત કાયદો-વ્યવસ્થા જાળવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા તમામ આગેવાનોને શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સહયોગ જાળવી રાખવા અપીલ કરવામાં આવી હતી.

પોલીસે તહેવાર દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની ખાતરી આપી હતી તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. સમાજના આગેવાનોએ પણ તાજીયા પર્વની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande