
પોરબંદર, 22 જૂન (હિ.સ.) રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી એક રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે શોધખોળ શરૂ કરી છે.પોલીસ કાર્યવાહી દરમિયાન ભાનુબેન કેશુભાઈ કારાવદરા રાણાવાવના મકાનમાંથી 750 એમએલની વિદેશી દારૂની 15 બોટલ મળી
આવી હતી. જેની કિંમત અંદાજે રૂ. 21,000 હોવાનું જણાવાયું છે.પ્રાથમિક તપાસમાં આ દારૂ હિતેશ કેશુભાઈ કારાવદરા અને વિજય ભાઈજીભાઈ જોષી પાસેથી ખરીદી લાવવામાં આવ્યો હોવાનું સામે આવતા ત્રણેય સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે.ફરાર આરોપી ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya