
ભાવનગર,22 જૂન (હિ.સ.) પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર યાર્ડના રિમોડેલિંગ કાર્ય અંતર્ગત લેવામાં આવનાર ટ્રાફિક અને પાવર બ્લોક (TWO-56) ને કારણે ભાવનગર મંડળમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફારો કરવામાં આવશે. પ્રભાવિત ટ્રેનોની વિગત નીચે મુજબ છે:
સંપૂર્ણપણે રદ કરવામાં આવેલી ટ્રેનો
23 જૂન 2026 થી 04 જુલાઈ 2026 દરમિયાન નીચેની ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે:
• 59214 પોરબંદર–ભાણવડ
• 59213 ભાણવડ–પોરબંદર
• 59216 પોરબંદર–ભાણવડ
• 59215 ભાણવડ–પોરબંદર
• 59206 પોરબંદર–કાનાલુસ
• 59205 કાનાલુસ–પોરબંદર
તે જ રીતે 25 જૂન 2026 થી 04 જુલાઈ 2026 દરમિયાન નીચેની ટ્રેનો પણ રદ રહેશે:
• 19571 રાજકોટ–પોરબંદર
• 19572 પોરબંદર–રાજકોટ
• 59563 રાજકોટ–પોરબંદર
• 59564 પોરબંદર–રાજકોટ
આંશિક રીતે રદ કરવામાં આવેલી ટ્રેનો
ગાડી સંખ્યા 59557 પોરબંદર–ભાવનગર તથા ગાડી સંખ્યા 59560 ભાવનગર–પોરબંદરને 30 જૂન 2026 થી 04 જુલાઈ 2026 દરમિયાન પોરબંદર–રાણાવાવ–પોરબંદર સેક્શન વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. આ ટ્રેનો રાણાવાવ સ્ટેશન પરથી શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ થશે. એટલે કે, આ ટ્રેન માત્ર ભાવનગર–રાણાવાવ વચ્ચે જ દોડશે.
પુનર્નિર્ધારિત (Rescheduled) ટ્રેન
ગાડી સંખ્યા 59562 પોરબંદર–રાજકોટને તા. 30 જૂન 2026 થી 04 જુલાઈ 2026 દરમિયાન પોરબંદરથી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડેથી પ્રસ્થાન કરાવવામાં આવશે.
વિનિયમિત (Regulated) ટ્રેન
ગાડી સંખ્યા 19015 દાદર–પોરબંદર એક્સપ્રેસને તા. 30 જૂન 2026 થી 04 જુલાઈ 2026 દરમિયાન રાજકોટ સ્ટેશન પર 1 કલાક 05 મિનિટ માટે વિનિયમિત (રેગ્યુલેટ) કરવામાં આવશે.
રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ મુસાફરી શરૂ કરતાં પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિ અંગેની માહિતી રેલવે પૂછપરછ સેવા, NTES અથવા રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in તથા મોબાઇલ એપ દ્વારા મેળવી લે. મુસાફરોને થતી અસુવિધા બદલ રેલવેને ખેદ છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ