પાટણ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં 14 મુદ્દાઓ પર ચર્ચા, સાંતલપુર ગ્રામ પંચાયત બરખાસ્ત
પાટણ, 22 જૂન (હિ.સ.)પાટણ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ ભાવિક પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભામાં જિલ્લાના વિકાસ સંબંધિત 14 જેટલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સભામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરીને કારોબારી, બાંધ
પાટણ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં 14 મુદ્દાઓ પર ચર્ચા, સાંતલપુર ગ્રામ પંચાયત બરખાસ્ત


પાટણ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં 14 મુદ્દાઓ પર ચર્ચા, સાંતલપુર ગ્રામ પંચાયત બરખાસ્ત


પાટણ, 22 જૂન (હિ.સ.)પાટણ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ ભાવિક પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભામાં જિલ્લાના વિકાસ સંબંધિત 14 જેટલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

સભામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરીને કારોબારી, બાંધકામ, શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય, અપીલ, ઉત્પાદન-સહકાર અને સિંચાઈ તેમજ મહિલા અને બાળ વિકાસ સમિતિના સભ્યોની વરણી કરવામાં આવી હતી.

સાંતલપુર ગ્રામ પંચાયતનું બજેટ સતત 4 વખત નામંજૂર થતાં સામાન્ય સભામાં ગ્રામ પંચાયતને બરખાસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે તાલુકા વિકાસ અધિકારી અને સ્થાનિક આગેવાનોના પ્રયાસો છતાં ઉકેલ ન આવ્યાનું જણાવાયું હતું.

મુખ્ય આરોગ્ય અધિકારીએ સરકારની વિવિધ યોજનાઓ, આરોગ્ય સેવાઓ, 2026ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો તથા 16મા નાણાપંચ અંગે સભ્યોને માહિતી આપી હતી.

પ્રમુખ ભાવિક પટેલે પક્ષભેદ ભૂલીને સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. સાથે જ સભ્યોને પોતાના વિસ્તારની પાયાની અને જરૂરી સુવિધાઓના કામોને પ્રાથમિકતા આપવા સૂચન કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande