દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્નીનું નિધન,પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કરી સંવેદના
- પાર્થિવ દેહ બપોરે ચાર્ટર પ્લેન મારફતે અમદાવાદ લવાશે ગાંધીનગર,22 જૂન (હિ.સ.) સંઘ પ્રદેશ દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવના પટેલનું નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર મળતા જ રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લ
દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્નીનું નિધન,પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કરી સંવેદના


- પાર્થિવ દેહ બપોરે ચાર્ટર પ્લેન મારફતે અમદાવાદ લવાશે

ગાંધીનગર,22 જૂન (હિ.સ.) સંઘ પ્રદેશ દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવના પટેલનું નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર મળતા જ રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી છે. દેશભરના આગેવાનો અને શુભેચ્છકો દ્વારા સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર શોક વ્યક્ત કરતાં લખ્યું કે, સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવના પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું. વર્ષોથી આ પરિવાર સાથે મારો નિકટનો પરિચય અને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. આ દુઃખની ઘડીમાં હું પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવું છું અને પરમાત્મા સ્વર્ગસ્થ આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું.

મળતી માહિતી મુજબ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવના પટેલનો પાર્થિવ દેહ આજે બપોરે અંદાજે અઢી વાગ્યે ચાર્ટર વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવશે. ત્યારબાદ પરિવારજનો, સ્નેહીજનો અને શુભેચ્છકો માટે અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે.

ગુજરાતમાં ગૃહરાજ્ય મંત્રી પદે હતા. અને તે સમયે સરકાર સામે એન્કાઉન્ટરનો વિવાદ સર્જાયો હતો. જેમાં તેમણે પણ એક ડેમેજ કંટ્રોલર તરીકે ભૂમિકા ભજવી હતી. ગુજરાતના સક્રિય રાજકારણમાં આવેલા પ્રફુલ પટેલ 2007ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે કોંગ્રેસના ધુરંધર ઉમેદવાર સી.કે.પટેલને પરાજય આપ્યો હતો અને પ્રથમ વખત હિંમતનગરના ધારાસભ્ય બન્યા હતા.

નરેન્દ્ર મોદી સાથેના અંગત સંબંધો અંગે ઉત્તર ગુજરાતના નેતાઓનું કહેવું હતું કે, પ્રફુલ પટેલને રાતોરાત મંત્રી પદ મળ્યું ન હતું, પરંતુ તેમના પિતા ખોડાભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સક્રિય હતા. મોદીનો તેમના સાથે વર્ષોથી ઘરોબો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande