પોરબંદરના પાતા ગામ નજીક અકસ્માતમાં વૃદ્ધનું મોત
પોરબંદર, 22 જૂન (હિ.સ.) : પાતા ગામના બસ સ્ટેન્ડ નજીક નેશનલ હાઈવે પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક વૃદ્ધનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બેફામ ગતિએ દોડી રહેલા ફોર વ્હીલ વાહને રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ
પોરબંદરના પાતા ગામ નજીક અકસ્માતમાં વૃદ્ધનું મોત


પોરબંદર, 22 જૂન (હિ.સ.) : પાતા ગામના બસ સ્ટેન્ડ નજીક નેશનલ હાઈવે પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક વૃદ્ધનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બેફામ ગતિએ દોડી રહેલા ફોર વ્હીલ વાહને રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

ફરિયાદ મુજબ કંટોલ ગામના રહેવાસી અને ખેતીકામ સાથે સંકળાયેલા સરમણ પુંજાભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના કાકા ખીમાભાઈ પરબતભાઈ પરમાર (ઉ.વ. 60), રહે. કંટોલ ગામ, તા. કુતિયાણા, પાતા ગામ તરફથી ચાલીને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પાતા બસ સ્ટેન્ડ નજીક હાઈવે રોડ ક્રોસ કરી રહ્યા હતા.આ દરમિયાન ફોર વ્હીલ વાહન (રજી. નં. GJ-10-EC-4680) ના ચાલકે વાહન બેફામ ગતિએ અને બેદરકારીપૂર્વક હંકારી ખીમાભાઈને અડફેટે લીધા હતા. અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા, જમણા ખભાના ભાગે ફ્રેક્ચર તેમજ શરીરે અન્ય ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ ખીમાભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ઈજાઓ જીવલેણ સાબિત થતાં તેમનું મૃત્યુ થયું હતું.બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વાહનચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande