
જામનગર, 22 જૂન (હિ.સ.) :
જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના પૂર્વ કર્મચારી કમલેશ રણછોડભાઈ પરમારે ડીન કચેરી સામે ધરણા કર્યા હતા. તેઓ મજૂર અદાલતના આદેશ બાદ નોકરીમાં ફરી રાખવાની માંગ કરી રહ્યા છે.
પરમારના જણાવ્યા અનુસાર, તેમને નોકરીમાંથી છૂટા કરાયા બાદ તેમણે મજૂર અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. અદાલતે તેમને ફરીથી નોકરીમાં લેવાનો આદેશ કર્યો છે, જેની નકલ ડીન કચેરીમાં જમા કરાવવામાં આવી છે.
ડીન કચેરી દ્વારા પરમારને જણાવવામાં આવ્યું છે કે આદેશની નકલ ગાંધીનગરની વડી કચેરીને મોકલવામાં આવી છે. ત્યાંથી જવાબ મળ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, કમલેશ પરમાર સરકારના કાયમી કર્મચારી ન હતા, પરંતુ કોન્ટ્રાક્ટ એજન્સી મારફત વર્ગ-4 માં ફરજ બજાવતા હતા. તેમને અમુક ચોક્કસ કારણોસર નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. મજૂર અદાલતે એજન્સીને તેમને ફરીથી ફરજ પર લેવાનો આદેશ આપ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt