પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામે પ્રોહિબિશનનો ફરાર આરોપી ઝડપાયો
છોટાઉદેપુર, 22 જૂન (હિ.સ.) : છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા નાસતા-ફરતા આરોપીઓ સામે ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત છેલ્લા છ મહિનાથી ફરાર રહેલા પ્રોહિબિશનના ગુનાના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. રંગપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દા
આરોપી


છોટાઉદેપુર, 22 જૂન (હિ.સ.) : છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા નાસતા-ફરતા આરોપીઓ સામે ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત છેલ્લા છ મહિનાથી ફરાર રહેલા પ્રોહિબિશનના ગુનાના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. રંગપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપીને ડુંગરવાંટ ગામ નજીકથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

છોટાઉદેપુર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોરના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. એલસીબી સ્ટાફ પાવીજેતપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે રંગપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ડુંગરવાંટ ગામના ત્રણ રસ્તા પાસે ઉભો છે. મળેલી ચોક્કસ માહિતીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર પહોંચી વર્ણન મુજબના શખ્સને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા શખ્સે પોતાનું નામ સુનિલભાઈ ભોદુભાઈ રાઠવા (રહે. ગોદલી, નવા ફળિયા, તા. ઘોઘંબા, જી. પંચમહાલ) હોવાનું જણાવ્યું હતું. તેની અંગઝડતી દરમિયાન રોકડ રૂ. ૫૦૦ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે રંગપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના કેસમાં પોતાનું નામ ખુલતાં પોલીસની કાર્યવાહીથી બચવા માટે છેલ્લા છ મહિનાથી ફરાર હતો અને પોતાના ઘરે પણ રહેતો ન હતો.

આરોપી વિરુદ્ધ રંગપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં કાર્યવાહી ચાલી રહી છે. એલસીબી દ્વારા તેને ઝડપી પાડી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તપાસ દરમિયાન આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તેની સામે પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020 અને 2024 દરમિયાન પ્રોહિબિશન એક્ટ હેઠળ બે ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત દામાવાવ પોલીસ સ્ટેશનમાં મારામારી, ધમકી અને તોડફોડ સહિતના ગંભીર ગુનાનો પણ એક કેસ નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આમ, રંગપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં નાસ્તો ફરતો આરોપીને છોટાઉદેપુર એલ સી બી એ ડુંગરવાંટ ગામે ત્રણ રસ્તા પાસેથી પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande