ગીર સોમનાથ કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ બેઠકો યોજાઈ
- નાગરિકોને સરળ અને સુગમ આરોગ્ય સેવા મળી રહે એ દિશામાં કામગીરી કરવા સૂચના આપતા કલેક્ટર ગીર સોમનાથ, 22 જૂન (હિ.સ.) : કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરળ અને સુગમ આરોગ્ય સેવા મળી રહે એ હેત
આરોગ્ય વિભાગની વિવિધ બેઠકો યોજાઈ


- નાગરિકોને સરળ અને સુગમ આરોગ્ય સેવા મળી રહે એ દિશામાં કામગીરી કરવા સૂચના આપતા કલેક્ટર

ગીર સોમનાથ, 22 જૂન (હિ.સ.) : કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરળ અને સુગમ આરોગ્ય સેવા મળી રહે એ હેતુસર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આરોગ્ય વિભાગની સંચારી રોગ સંકલન સમિતિ, માતામરણ-બાળમરણ, ગવર્નિંગ બોડી કમિટી સહિતની વિવિધ બેઠકો યોજાઈ હતી.

કલેક્ટરએ દરેક વાહકજન્ય પોઝિટિવ કેસમાં જે-તે વિસ્તારમાં સઘન ફોગિંગ કામગીરી, હાઉસ ટૂ હાઉસ સર્વે, એન્ટીલાર્વલ એક્ટિવિટી અને સોર્સ રિડક્શન કામગીરી લક્ષમાં લઈ સઘન કામગીરી કરવા અને આરોગ્ય સેવાઓનો વ્યાપ વધે એ દિશામાં કામગીરી કરવા સૂચનાઓ આપી હતી.

વધુમાં કલેક્ટર દ્વારા ગ્રામ પંચાયત અને નગર પાલિકાએ ક્વોલિટીયુક્ત ક્લોરિનેશન કરવા અને તમામ સરકારી કચેરીઓમાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત કોટપા કાયદાની અમલવારી કરી દંડ વસૂલાત કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગ સાથે એસ.ટી.ડેપો, નગર પાલિકા, શિક્ષણ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ પાનના ગલ્લા, શાળાની આસપાસના ગલ્લા, જાહેર સ્થળોએ ધ્રુમપાન કરનારને કાયદાની જોગવાઈ મુજબ દંડ વસૂલાત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

ગવર્નર બોડી કમિટીની બેઠકમાં મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. અરૂણ રોયે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી તાલાલા, સૂત્રાપાડા, કોડીનાર, ગીરગઢડા સહિત તાલુકાઓને આવરી લઈ હેલ્થ ઈન્ડીકેટર પર્ફોર્મન્સ, નેશનલ હેલ્થ મિશન બજેટ, મળેલી ગ્રાંટ, આરોગ્યલક્ષી સેવાઓ પરત્વેનો ખર્ચ સહિતની માહિતી રજૂ કરી હતી. ડિસ્ટ્રિક્ટ ટાસ્કફોર્સ ઈમ્યુનાઈઝેશનની બેઠકમાં ચાઈલ્ડ ઈમ્યુનાઈઝેશન, એચ.પી.વી., એન.આઈ.ડી અને ટી.ડી, ડી.પી.ટી વેક્સીનેશન અંગે સમીક્ષા કરવામાં આવી હતી. એમ.ડી.સી-સી.ડી.સી બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાં બાળજન્મદર, બાળમૃત્યુદર, માતામરણ અને બાળમૃત્યુ અંગેના આરોગ્યલક્ષી કારણો અને તેના નિરાકરણ વિશે વિશદ્ ચર્ચા કરવામાં આવી હતી.

ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એશ્યોરન્સ કમિટીની બેઠકમાં વર્ષ ૨૦૨૬-૨૭માં ટાર્ગેટ ફેસિલીટી હાલ ૧૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 48 આયુષ્માન આરોગય મંદિર (સબ સેન્ટર) મળી કુલ ૬૨ કેન્દ્રને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડમાં સમાવવાનું આયોજન રજૂ કરાયું હતું.

એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉ.ગૌસ્વામીએ જિલ્લામાં પાણીજન્ય-મચ્છરજન્ય રોગચાળો, મેલેરિયા તથા ડેંગ્યૂ સહિતના રોગના અટકાયતી પગલા, ગ્રામ્ય વિસ્તારમાં ક્લોરિનેશનની કામગીરીની માહિતી રજૂ કરી હતી. ઉપરાંત, જન્મમરણના વાર્ષિક અહેવાલ, નાશ પામેલા કે ફાટી ગયેલા જન્મમરણ નોંધણીના રેકર્ડ પુનઃસ્થાપિત કરવા અને ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ હેઠળ જિલ્લામાં સંસ્થાઓની નોંધણી વિશે કલેક્ટર સમક્ષ જાણકારી રજૂ કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, પુરવઠા અધિકારી પારસ વાંદા, નાયબ પોલીસ અધિક્ષક સી.પી.ખટાણા, સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.જિજ્ઞેશ પરમાર સહિત ડોક્ટર્સ, વિવિધ તાલુકાઓના આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande