બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી ઘટકોની યોજના માટે અરજી કરી શકાશે
સોમનાથ,22 જૂન (હિ.સ.) બાગાયત ખાતું, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા વર્ષ : 2026-27 બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે ખેડૂતો અરજી કરી શકશે.બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી ઘટકો જેવા કે, બહુસ્તરીય પધ્ધતીથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્
બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી ઘટકોની યોજના માટે અરજી કરી શકાશે


સોમનાથ,22 જૂન (હિ.સ.) બાગાયત ખાતું, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા વર્ષ : 2026-27 બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે ખેડૂતો અરજી કરી શકશે.બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી ઘટકો જેવા કે, બહુસ્તરીય પધ્ધતીથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ તેમજ ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ જેવી યોજના નવી બાબત તરીકે મંજુર થયેલ હોય જેના માટે નવીન આઇ - ખેડૂત પોર્ટલ 2.0 માં તા. 9 જુલાઇ સુધી અરજી કરી શકાશે.

આ યોજનાનો લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.ચાલુ વર્ષ: ૨૦૨૬-૨૭ થી નવીન આઇ - ખેડુત પોર્ટલ 2.0 પર નોંધણી કરેલ તેમજ નવા નોંધણી થનાર ખેડુતોએ પોતાનું આધાર ઓર્થેન્ટિકેશન ફરજીયાત કરવાનું રહેશે. ત્યારબાદ જ ઓનલાઇન અરજી કરી શકશે.

અરજદારોએ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande