ગીર સોમનાથ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
- નાગરિકોની સમસ્યાઓના ત્વરિત નિરાકરણ અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપતા કલેકટર ગીર સોમનાથ, 22 જૂન (હિ.સ.) : કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતોનો સ્થાનિક કક્ષાએ જ અસરકારક ઉકેલ લાવી શકાય તે હેતુથી જિલ્લા
જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ


- નાગરિકોની સમસ્યાઓના ત્વરિત નિરાકરણ અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપતા કલેકટર

ગીર સોમનાથ, 22 જૂન (હિ.સ.) : કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતોનો સ્થાનિક કક્ષાએ જ અસરકારક ઉકેલ લાવી શકાય તે હેતુથી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેકટર કચેરીના વી.સી.હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અરજદારઓએ ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા, રંગપુર-જમાલપરાને જોડતા રસ્તા પરનું દબાણ દૂર કરવા, ખેતીની જમીનના પાનીયા નોંધ અલગ કરવા, વરસાદી પાણીના નિકાલ, રી-સર્વે માપણીમાં થયેલ ભૂલો સુધારવા, વાંધા અરજી તથા જમીનની પુનઃમાપણી, રી-સર્વે માપણીની ભૂલ સુધારવામાં થતાં વિલંબ, જમીન રેકોર્ડમાં નામ સુધારા, ગટર લાઈનનું સમારકામ સહિતના પ્રશ્નોની રજૂઆતો કરી હતી.

કલેકટરએ દરેક અરજદારોને ધ્યાનપૂર્વક સાંભળી અને તેમની મુશ્કેલીઓના અનુસંધાને સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. કલેક્ટરએ જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા અરજદારોના પ્રશ્નોનો નિયમોનુસાર સમયમર્યાદામાં નિકાલ થઈ જાય એ દિશામાં કામગીરી સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં. જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે કર્યું હતું. તેમણે અરજદારોના રજૂ થયેલા પ્રશ્નો પરત્વે વહીવટી ક્ષતિઓની પૂર્તતા કરી ગ્રામ્યસ્તરના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.

આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક સી.પી.ખટાણા, તાલુકા વિકાસ અધિકારીઓ, તલાટીમંત્રી અને વાસ્મો, પાણી પુરવઠા, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ સહિત વિવિધ વિભાગોના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande