અંકલેશ્વર ખાતે ભાજપના વિશિષ્ટ જનસંપર્ક અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ યોજાયો
- ઉદ્યોગપતિ અને પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કરી પુસ્તિકા અર્પણ કરી હતી ભરૂચ, 22 જૂન (હિ.સ.) : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિશિષ્ટ જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના ભ
અંકલેશ્વર ખાતે ભાજપના વિશિષ્ટ જનસંપર્ક અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ યોજાયો

અંકલેશ્વર ખાતે ભાજપના વિશિષ્ટ જનસંપર્ક અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ યોજાયો

અંકલેશ્વર ખાતે ભાજપના વિશિષ્ટ જનસંપર્ક અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ યોજાયો

અંકલેશ્વર ખાતે ભાજપના વિશિષ્ટ જનસંપર્ક અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ યોજાયો

અંકલેશ્વર ખાતે ભાજપના વિશિષ્ટ જનસંપર્ક અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ યોજાયો

- ઉદ્યોગપતિ અને પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કરી પુસ્તિકા અર્પણ કરી હતી

ભરૂચ, 22 જૂન (હિ.સ.) : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિશિષ્ટ જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે અંકલેશ્વર નોટિફાઇડ એરિયા મંડળ દ્વારા વિસ્તારમાં વસતા પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન છેલ્લા 12 વર્ષમાં દેશ અને રાજ્યમાં થયેલા વિકાસકાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉદ્યોગ, શિક્ષણ, સમાજસેવા, વેપાર-ધંધા તેમજ અન્ય વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર અને આગવી ઓળખ ધરાવતા નાગરિકો સાથે સીધો સંપર્ક કરી તેમના સૂચનો અને અભિપ્રાયો પણ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી તેમજ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે ઉદ્યોગપતિ એવા કે.આર.જોશી, ડો.સુહાસ પટેલ, મનીષ પઢડિયા, પ્રકાશ રાવલ,રવિ શેટ્ટી જેવા પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કરી સુશાશનની પુસ્તિકા અર્પણ કરી હતી.

આ પ્રસંગે અંકલેશ્વર જીઆઈડીસીના પ્રમુખ જય તેરૈયા, મહામંત્રી વિજય પટેલ, અગ્રણી જશુ ચૌધરી, અલ્પેશ પટેલ,ડો.નિત્યેન્દ્ર દેવધરા સહિત ઉદ્યોગ જગતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રબુદ્ધ નાગરિકોએ વિકાસલક્ષી પહેલોને આવકારી પોતાના સૂચનો રજૂ કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande