બાગાયત ખાતાની નવી યોજનાઓ માટે ઓનલાઇન અરજી ચાલુ
જુનાગઢ, 22 જૂન (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે બાગાયત ખાતાની નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો આગામી તા. 09 જુલાઇ 2026 સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ (I-Khedut) પર ઓનલાઇન અરજી કરી શકશે. આ
બાગાયત ખાતાની નવી યોજનાઓ માટે ઓનલાઇન અરજી ચાલુ


જુનાગઢ, 22 જૂન (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે બાગાયત ખાતાની નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો આગામી તા. 09 જુલાઇ 2026 સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ (I-Khedut) પર ઓનલાઇન અરજી કરી શકશે. આ વર્ષે અમલમાં મૂકાયેલી મુખ્ય બે યોજનાઓ બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો અને ફળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાની છે.

વર્ષ 2026-27 માટે 'આઈ-ખેડૂત પોર્ટલ 2.0' પર અગાઉ નોંધણી કરાવેલ તેમજ નવી નોંધણી થનાર તમામ ખેડૂતોએ પોતાનું આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવાનું રહેશે. ત્યારબાદ જ ઓનલાઇન અરજી કરી શકાશે. અરજીમાં જણાવ્યા મુજબના જરૂરી કાગળો ઓનલાઇન અપલોડ કરી, અરજી કન્ફર્મ કરવાની રહેશે.ઓનલાઇન અરજી કન્ફર્મ કર્યા બાદ ખેડૂતોએ તેની પ્રિન્ટ મેળવીને પોતાની પાસે જ રાખવાની રહેશે. જ્યારે યોજનાની નકલ મંજૂરી મળી જાય, ત્યારે ક્લેઇમ સબમીટ કરતી વખતે અરજીની પ્રિન્ટ પર સહી કરી, જરૂરી સાધનિક કાગળો સહિત તેને જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાની રહેશે.

વધુ માહિતી માટે આ યોજનાઓ અંગે વધુ વિગતો કે માહિતી મેળવવા માટે ખેડૂતોએ નાયબ બાગાયત નિયામકની કચેરી, સરદાર બાગ પાસે, નીલમબાગ, લઘુકૃષિભવન જૂનાગઢ ખાતે રૂબરૂ અથવા ટેલીફોનિક સંપર્ક (ફોન નં:- ૦૨૮૫- ૨૬૩૫૦૧૯) કરવા માટે નાયબ બાગાયત નિયામક, જૂનાગઢ દ્વારા જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande