જૂનાગઢમાં 23 જૂનથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો થશે આરંભ
- જિલ્લાના કુલ ૬૦,૭૫૬ બાળકોને ઉત્સાહભેર પ્રવેશ અપાશે જુનાગઢ, 22 જૂન (હિ.સ.) : સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં તા. ૨૩ જૂનથી ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારનું શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો ઉત્સાહભેર આરંભ થશે. રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો
જૂનાગઢમાં 23 જૂનથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો થશે આરંભ


- જિલ્લાના કુલ ૬૦,૭૫૬ બાળકોને ઉત્સાહભેર પ્રવેશ અપાશે

જુનાગઢ, 22 જૂન (હિ.સ.) : સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં તા. ૨૩ જૂનથી ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારનું શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો ઉત્સાહભેર આરંભ થશે. રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા,કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ અધવચ્ચેથી શિક્ષણ છોડેલા વિદ્યાર્થીઓને પુનઃ અભ્યાસ તરફ વળે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આવતીકાલ તા.૨૩ જૂન થી ૨૫ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાનાર છે.

જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર કુલ ૮૬૯૯, ધોરણ ૧ માં પ્રવેશ મેળવનાર ૧૫૨૨૧, ધોરણ ૯ માં પ્રવેશ મેળવનાર ૨૦૬૯૨ અને ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવનાર ૧૬૧૪૪ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આમ જિલ્લામાં કુલ ૬૦,૭૫૬ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ યોજાશે.શાળા પ્રવેશોત્સવ દરમિયાન જૂનાગઢ જિલ્લાના પદાઅધિકારીઓ, અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande