જામનગરનો આજીવન કેદ પામેલો ગેંગરેપ-લૂંટનો 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
જામનગર, 22 જૂન (હિ.સ.) : જામનગરના ચકચારી ગેંગરેપ અને લૂંટ કેસમાં આજીવન કેદની સજા પામેલો આરોપી પારસ ઉર્ફે ધોરિયો મોહનલાલ, જે છેલ્લા 12 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર હતો, તેને પોલીસે ઝડપી પાડ્યો છે. જામનગર LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે અમદાવાદના સાબરમત
ગેંગરેપ અને લૂંટ નો આરોપી


જામનગર, 22 જૂન (હિ.સ.) : જામનગરના ચકચારી ગેંગરેપ અને લૂંટ કેસમાં આજીવન કેદની સજા પામેલો આરોપી પારસ ઉર્ફે ધોરિયો મોહનલાલ, જે છેલ્લા 12 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર હતો, તેને પોલીસે ઝડપી પાડ્યો છે. જામનગર LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી તેની ધરપકડ કરી. આ સમગ્ર મામલો વર્ષ 2012માં જામનગરના લાલવાડી વિસ્તારમાં બનેલા ગેંગરેપ અને લૂંટના ગંભીર ગુના સાથે સંબંધિત છે. આ ગુનામાં પારસ ઉર્ફે ધોરિયો મોહનલાલ, રામચરણ ઉર્ફે મંગલરામ અને દીપક ઉર્ફે કાલો ફંચિયા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2014માં અદાલતે આ ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. સજા થયા બાદ, આરોપી પારસ ઉર્ફે ધોરિયો મોહનલાલે 10 ઓગસ્ટ, 2014ના રોજ માત્ર 4 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. જોકે, પેરોલની મુદત પૂરી થયા પછી તે જેલમાં હાજર થયો ન હતો અને ત્યારથી ફરાર હતો.

પેરોલ જમ્પ કરનારા આરોપીઓને પકડવા માટે જામનગર LCB પી.આઈ. વી.બી.ચૌધરી અને પી.એસ.આઈ. ભાટિયાના માર્ગદર્શન હેઠળ સુરેશભાઈ, ધર્મેન્દ્રસિંહ, દિલીપસિંહ અને લગધીરસિંહ સહિતની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે ગુજરાત અને ગુજરાત બહારના વિવિધ રેલવે સ્ટેશનો પર આશ્રય લેતો હતો. આથી પેરોલ ટીમે 100થી વધુ રેલવે સ્ટેશનો પર જઈને તપાસ અને પૂછપરછ કરી હતી.

DYSP જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું કે, 'આરોપી જ્યારે 2014માં પકડાયો ત્યારે તેના ફોટોગ્રાફ્સ અને વિગતો કેસ પેપર્સમાંથી મેળવવામાં આવી હતી. ત્યારબાદ તેના જૂના મોબાઈલ નંબરો, ટેકનિકલ ડેટા અને તેની ગતિવિધિઓ પર વોચ રાખવામાં આવી હતી.' તેમણે ઉમેર્યું કે, 'હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તે અગાઉ કોના સંપર્કમાં હતો અને જેલ દરમિયાન કોને મળતો હતો, તે તમામ બાબતોનો 360 ડિગ્રી અભ્યાસ કરવામાં આવ્યો હતો.'

આ સઘન તપાસ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે જામનગર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી પારસ ઉર્ફે ધોરિયો હાલ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી લીધી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande