મહેસાણા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 126 પ્રશ્નોની રજૂઆત
મહેસાણ, 22 જૂન (હિ.સ.) મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ ઝડપી નિરાકરણ લાવવા માટે યોજાતા “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અંતર્ગત આજે મહેસાણા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી એસ.કે. પ્રજાપતિના અધ્
મહેસાણા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 126 પ્રશ્નોની રજૂઆત


મહેસાણ, 22 જૂન (હિ.સ.)

મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ ઝડપી નિરાકરણ લાવવા માટે યોજાતા “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અંતર્ગત આજે મહેસાણા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા અરજદારોએ પોતાની સમસ્યાઓ અને રજૂઆતો કલેકટરશ્રી સમક્ષ રજૂ કરી હતી.

જિલ્લા કલેકટરશ્રીએ પ્રજાજનોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રશ્નોના સમયબદ્ધ અને અસરકારક નિરાકરણ માટે અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

કાર્યક્રમ દરમિયાન દબાણ દૂર કરવા, જમીન માપણી, રીસર્વે કામગીરી, મફત પ્લોટ ફાળવણી, નમો શ્રી યોજનાનો લાભ, ગટરના પાણીથી થતા પ્રદૂષણ, બસ રૂટ પુનઃ શરૂ કરવા, વરસાદી પાણીના નિકાલ, પીએમ કિસાન યોજનાની સહાય પુનઃ શરૂ કરવા તેમજ ઓએનજીસી દ્વારા જમીન સંપાદન અને વળતર સહિતના કુલ 126 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.

કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નોનું ઝડપી અને પારદર્શક રીતે નિરાકરણ લાવવું તંત્રની પ્રાથમિકતા છે. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી અંચુ વિલ્સન, નિવાસી અધિક કલેક્ટર શ્રી મયંક પટેલ, ડીવાયએસપી શ્રી મિલાપ પટેલ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande