એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત આંબલિયાસણની શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
મહેસાણા, 22 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લાના આંબલિયાસણ સ્થિત શ્રી સાર્વજનિક વિદ્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન હેઠળ “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય પી
એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત આંબલિયાસણની શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


મહેસાણા, 22 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લાના આંબલિયાસણ સ્થિત શ્રી સાર્વજનિક વિદ્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન હેઠળ “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય પી.કે. સોલંકી, સુપરવાઈઝર તથા શિક્ષકમિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે શાળા પરિસરમાં અંદાજે 75 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવી વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દરેક વિદ્યાર્થીએ પોતાની માતાના નામે એક છોડ રોપી તેનું જતન અને ઉછેર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. શાળાના શિક્ષક હિતેશ ગોહિલે વિદ્યાર્થીઓને સંબોધતા વૃક્ષોના પર્યાવરણ, માનવ જીવન અને પ્રકૃતિના સંતુલન માટેના મહત્વ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વૃક્ષો પ્રકૃતિના સાચા રક્ષક છે અને સ્વચ્છ તથા હરિયાળું પર્યાવરણ જાળવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

કાર્યક્રમના અંતે સૌએ વધુમાં વધુ વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું જતન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande