મહેસાણા આરટીઓ દ્વારા વાહનોના પસંદગીના નંબર માટે ઓનલાઇન ઈ-હરાજી યોજાશે
મહેસાણા, 22 જૂન (હિ.સ.)મહેસાણા પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) દ્વારા વાહન માલિકોને પસંદગીના ફેન્સી રજિસ્ટ્રેશન નંબર મેળવવાની તક આપવા માટે ઓનલાઇન ઈ-હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે, જેથી અરજદારો સરળતાથી ઘર બેઠા ભાગ
મહેસાણા આરટીઓ દ્વારા વાહનોના પસંદગીના નંબર માટે ઓનલાઇન ઈ-હરાજી યોજાશે


મહેસાણા, 22 જૂન (હિ.સ.)મહેસાણા પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) દ્વારા વાહન માલિકોને પસંદગીના ફેન્સી રજિસ્ટ્રેશન નંબર મેળવવાની તક આપવા માટે ઓનલાઇન ઈ-હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે, જેથી અરજદારો સરળતાથી ઘર બેઠા ભાગ લઈ શકશે.

આરટીઓ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર ઈ-હરાજી માટે ફોર્મ રજીસ્ટ્રેશન પ્રક્રિયા 1 જુલાઈથી 3 જુલાઈ સુધી ચાલુ રહેશે. ત્યારબાદ 3 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન ઓનલાઇન બીડીંગ યોજાશે, જેમાં અરજદારો પોતાની પસંદગીના નંબર માટે બોલી લગાવી શકશે.

ફેન્સી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો માટે આ એક ઉત્તમ તક માનવામાં આવી રહી છે. ખાસ કરીને 0001, 0007, 0786, 9999 જેવા લોકપ્રિય અને આકર્ષક નંબરો માટે સામાન્ય રીતે વધુ રસ જોવા મળે છે. ઈ-હરાજી પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે સમગ્ર વ્યવસ્થા ઓનલાઈન રાખવામાં આવી છે.

આરટીઓ તંત્ર દ્વારા નાગરિકોને સમયસર નોંધણી કરાવી હરાજીમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. રસ ધરાવતા અરજદારો વધુ માહિતી અને નોંધણી માટે ભારત સરકારના પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઈટ parivahan.gov.in/fancy ની મુલાકાત લઈ શકે છે. આ પહેલ દ્વારા વાહન નંબર ફાળવણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને સરળતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande