નમો લક્ષ્મી યોજના થકી ગત એક વર્ષમાં વર્ગખંડોમાં 80% હાજરી આપનારી વિદ્યાર્થિનીઓની સંખ્યા 1,71,988 થી વધીને 2,96,495
- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી ગત એક વર્ષમાં વિજ્ઞાનના વર્ગોમાં 80થી 100% હાજરી આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 19,324થી વધીને 43,533 થઈ, 125%નો વધારો ગાંધીનગર,22 જૂન (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં નમો લક્ષ્મી યોજ
Namo Lakshmi Yojana,


- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી ગત એક વર્ષમાં વિજ્ઞાનના વર્ગોમાં 80થી 100% હાજરી આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 19,324થી વધીને 43,533 થઈ, 125%નો વધારો

ગાંધીનગર,22 જૂન (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં નમો લક્ષ્મી યોજના અમલી થયા પછી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાજરી આપતી કન્યાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરીનું મોનિટરિંગ કરવામાં આવે છે, જે મુજબ મુજબ શાળાઓમાં ધો-9 થી 12ના વર્ગખંડોમાં 80% હાજરી આપતી કન્યાઓની સંખ્યા વર્ષ 2024-25માં 1,71,988થી વધીને વર્ષ 2025-26માં 2,96,495 થઇ છે, એટલે કે ગત એક 73%નો વધારો દર્શાવે છે.

નમો લક્ષ્મી યોજનાની સાથે જ રાજ્યના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી થવાના પણ હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, આ યોજનાના કારણે વિજ્ઞાનના વર્ગોમાં 80 થી 100% હાજરી આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા, 2024-25માં 19,324થી વધીને વર્ષ 2025-26માં 43,533 થઇ છે, જે ગત એક વર્ષમાં લગભગ 125%નો વધારો સૂચવે છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મૂક્યો છે. તેઓએ કહ્યું છે કે, ‘શિક્ષણમાં દેશને સફળ બનાવવાની, દેશનું ભાગ્ય બદલવાની તાકાત રહેલી છે.’

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શિક્ષણ ક્ષેત્રે કરેલી નક્કર કામગીરીના પગલે આજે ગુજરાતનું શિક્ષણ મોડલ બીજા રાજ્યો માટે ઉદાહરણરૂપ બન્યું છે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો જે વ્યાપ વધ્યો છે, તેમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમે મુખ્ય ભૂમિકા ભજવી છે. શિક્ષણ ક્ષેત્રે તેમણે દર્શાવેલા પથ પર આગળ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ નવતર યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.

આર્થિક મુશ્કેલીઓને કારણે, વિદ્યાર્થીઓનું શાળાકીય શિક્ષણ અટકે નહીં અને ધો-12 સુધીનો તેમનો અભ્યાસ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાઓ અમલી બનાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande