ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: પાટણમાં ₹16.65 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 8 ઝડપાયા
પાટણ, 22 જૂન (હિ.સ.)ગુજરાત સરકારના ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પાટણ પોલીસે મોટી કાર્યવાહી કરીને ₹16.65 કરોડના સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાટણ વિભાગના DySP પરેશ રેણુકાએ જણાવ્યું કે આ મામલે 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નેશનલ સાય
ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: પાટણમાં ₹16.65 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 8 ઝડપાયા


ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: પાટણમાં ₹16.65 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 8 ઝડપાયા


પાટણ, 22 જૂન (હિ.સ.)ગુજરાત સરકારના ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પાટણ પોલીસે મોટી કાર્યવાહી કરીને ₹16.65 કરોડના સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાટણ વિભાગના DySP પરેશ રેણુકાએ જણાવ્યું કે આ મામલે 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સહિત વિવિધ માધ્યમોથી મળેલી 139 ફરિયાદોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન 9 બેંક ખાતાઓ મારફતે ₹16.65 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયાનું સામે આવ્યું હતું.

તપાસમાં કુલ 16 લોકોની સંડોવણી બહાર આવી હતી. પોલીસે અત્યાર સુધી 8 મ્યુલ એકાઉન્ટ ધારકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 8 આરોપીઓ હજુ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે.

પકડાયેલા આરોપીઓમાં યાકુબ ઉર્ફે મુન્નો, ભાર્ગવ પટેલ, વિશાલ રાવળ, મનોજકુમાર ઉર્ફે મનુ રાવળ, વિજયસિંહ ઠાકોર, દિનેશ ઉર્ફે બરફી રાવળ, કનૈયાલાલ ઉર્ફે લાલા ભરવાડ અને રાજુજી ઠાકોરનો સમાવેશ થાય છે.

પોલીસ હાલ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. કરોડો રૂપિયાનું આ ટ્રાન્ઝેક્શન કયા પ્રકારના સાયબર ગુનાઓ દ્વારા કરવામાં આવ્યું હતું તેની વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande