પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ મોટી કાર્યવાહી કરી, 41 પાસબુક સાથે આરોપી ઝડપાયો.
પાટણ, 22 જૂન (હિ.સ.) પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ગુજરાત સરકારના ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ મોટી કાર્યવાહી કરીને સાયબર ફ્રોડમાં સંડોવાયેલા નિલેશકુમાર ભલા રાઠોડ (ઉં. 39)ની ધરપકડ કરી છે. હર્ષનગર સોસાયટી વિસ્તારમાંથી તેને 41 પાસબુક, 39 ચેકબુક, 47 ATM ક
પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ મોટી કાર્યવાહી કરી, 41 પાસબુક સાથે આરોપી ઝડપાયો.


પાટણ, 22 જૂન (હિ.સ.)

પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ગુજરાત સરકારના ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ મોટી કાર્યવાહી કરીને સાયબર ફ્રોડમાં સંડોવાયેલા નિલેશકુમાર ભલા રાઠોડ (ઉં. 39)ની ધરપકડ કરી છે. હર્ષનગર સોસાયટી વિસ્તારમાંથી તેને 41 પાસબુક, 39 ચેકબુક, 47 ATM કાર્ડ અને 9 સિમકાર્ડ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

તપાસમાં ખુલ્યું છે કે આરોપી સ્થાનિક લોકોને નાણાકીય લાલચ આપીને તેમના નામે બેંક ખાતા ખોલાવતો અને તેની બેંકિંગ કીટ પોતાના સાગરીત ચેતન દશરથ ઠક્કરને મોકલતો હતો. આ ખાતાઓનો ઉપયોગ સાયબર ગુનાઓમાંથી મળતી રકમના વ્યવહારો માટે થતો હતો.

DYSP પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે નિલેશ રાઠોડ અને ગોવા નિવાસી ચેતન ઠક્કર છેલ્લા ચાર વર્ષથી બેંક ખાતા ભાડે આપવાના ગેરકાયદેસર રેકેટમાં સંડોવાયેલા હતા. રાજ્યભરમાં આવી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ ચલાવવામાં આવી રહ્યું છે.

આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મુખ્ય આરોપી નિલેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરાર ચેતન ઠક્કરને ઝડપી પાડવા પોલીસે શોધખોળ તેજ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande