
પાટણ, 22 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લા કોંગ્રેસ અને આરજીપીઆરએસ સંગઠને વિવિધ પડતર પ્રશ્નો અને અન્યાયી નીતિઓના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈએ જણાવ્યું કે રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસના મહિલા સભ્ય જયાબેન ઠાકોર સાથે થયેલા ગેરવર્તન અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. તેમણે ચેતવણી આપી કે ભવિષ્યમાં કોંગ્રેસના કોઈપણ સભ્ય સાથે આવું વર્તન થશે તો પાર્ટી તેનો કડક વિરોધ કરશે અને જરૂર પડે તો રાધનપુર નગરપાલિકાનો ઘેરાવ પણ કરવામાં આવશે.
આરજીપીઆરએસના જિલ્લા અધ્યક્ષ ભરત પરમારે જણાવ્યું કે મધ્ય પ્રદેશની રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ કરવાના નિર્ણયના વિરોધમાં રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ