નર્મદા જિલ્લાની વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ, જિલ્લાના ઔદ્યોગિક,પ્રવાસન અને રોજગાર વિકાસને નવી દિશા મળશે
- વિકસિત નર્મદાથી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત તરફ મજબૂત પગલું રાજપીપળા, 22 જૂન (હિ.સ.) : ગુજરાતને વૈશ્વિક રોકાણનું સૌથી વિશ્વસનીય કેન્દ્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે નર્મદા
Vibrant Gujarat Regional Conference of Narmada district will give a new direction to the industrial, tourism and employment development of the district.


- વિકસિત નર્મદાથી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત તરફ મજબૂત પગલું

રાજપીપળા, 22 જૂન (હિ.સ.) : ગુજરાતને વૈશ્વિક રોકાણનું સૌથી વિશ્વસનીય કેન્દ્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે નર્મદા જિલ્લા કક્ષાની વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજાઈ હતી.

ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લામાં રોકાણ, રોજગાર અને ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ એવા રૂપિયા 9.98 કરોડના ચાર MoU કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત માત્ર એક રોકાણ સમિટ નથી, પરંતુ

ગુજરાતના સર્વાંગી વિકાસનું એક શક્તિશાળી માધ્યમ છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, રોકાણ આકર્ષણ અને રોજગાર સર્જનમાં દેશભરમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિકાસયાત્રામાં નર્મદા જિલ્લાનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે.

તેમણે જણાવ્યું કે, નર્મદા જિલ્લો પ્રાકૃતિક સંપત્તિ, આદિવાસી સંસ્કૃતિ, કૃષિ, હેન્ડિક્રાફ્ટ, ઇકો-ટૂરિઝમ અને હોમ-સ્ટે જેવી પ્રવૃત્તિઓ માટે વિશેષ ઓળખ ધરાવે છે. વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે, જેના પરિણામે હોટેલ, ટ્રાન્સપોર્ટ, હેન્ડિક્રાફ્ટ, ફૂડ પ્રોસેસિંગ અને સેવા ક્ષેત્રોમાં અનેક નવી તકો ઊભી થઈ છે.

કાર્યક્રમને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક

વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. ગુજરાતમાં રોકાણકારો માટે સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ સર્જાતા રાજ્ય દેશના અગ્રણી ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.

સાંસદએ નર્મદા જિલ્લામાં મોટા ઉદ્યોગો સાથે સંકળાયેલા સહાયક અને સૂક્ષ્મ ઉદ્યોગોના વિકાસ

પર ભાર મૂકતા જણાવ્યું કે, જિલ્લાની યુવા શક્તિને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સાથે જોડીને રોજગાર સર્જનને વધુ મજબૂત બનાવી શકાય છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 પણ યુવાનોને રોજગારલક્ષી શિક્ષણ અને કૌશલ્ય તરફ દોરી રહી છે.

જિલ્લા કલેક્ટર ગંગા સિંઘએ સ્વાગત પ્રવચન બાદ વાઈબ્રન્ટ ગુજરાતની વિકાસયાત્રા,

રિજિયોનલ કોન્ફરન્સની મહત્વતા તથા નર્મદા જિલ્લામાં રહેલી રોકાણની વિશાળ સંભાવનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જિલ્લામાં કાર્યરત તથા નવા ઉદ્યોગકારોને આગામી વડોદરા રિજિયોનલ કોન્ફરન્સમાં સક્રિય ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું હતું.

નર્મદા જિલ્લામાં થયેલા રૂપિયા 9.98 કરોડના MoU માત્ર રોકાણના આંકડા નથી, પરંતુ જિલ્લાના

યુવાનો માટે નવી રોજગારી, સ્થાનિક અર્થતંત્રમાં વૃદ્ધિ, ઉદ્યોગસાહસિકતાના વિકાસ અને આત્મનિર્ભર નર્મદાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ દ્વારા નર્મદા જિલ્લો હવે પ્રવાસન આધારિત અર્થતંત્રથી આગળ વધીને ઔદ્યોગિક, સેવા અને કૃષિ આધારિત સંકલિત વિકાસના નવા યુગમાં પ્રવેશી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande