
સુરત, 22 જૂન (હિ.સ.) : રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની પ્રેરક ઉપસ્થિતિમાં તા.23મી જૂને બારડોલી તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાશે. આ શૈક્ષણિક અભિયાન અંતર્ગત મંત્રી સવારે 08:00 કલાકે બારડોલી તાલુકાની ઉવા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહીને આંગણવાડી અને બાલવાટિકાના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવશે. ત્યારબાદ સવારે 10:00 કલાકે બેડી ફળિયા, મઢી સ્થિત યુ. બી. વિદ્યાલય વિદ્યાવિહારની મુલાકાત લેશે, જ્યાં તેઓ ધો-9 માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આવકારશે.
મંત્રી જયરામભાઈ ગામીત બપોરે 12:00 કલાકે એમ. કે. પટેલ માધ્યમિક શાળામાં ધો-9 અને ધો.11 માં પ્રવેશ મેળવતા માધ્ય. તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન પૂરું પાડશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે