દેલમાલમાં નકલી નોટોના કૌભાંડ કેસમા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.
પાટણ, 22 જૂન (હિ.સ.)પાટણ જિલ્લાના દેલમાલ ગામમાં નકલી ચલણી નોટો છાપી બજારમાં ચલાવવાના કૌભાંડનો એલસીબી અને ચાણસ્મા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડીને 500 રૂપિયાની 492 બનાવટી નોટો જપ્ત કરી છે. બાતમીના આધારે શિ
ચાણસ્મા તાલુકાના દેલમાલમાં નકલી ₹500ની નોટોનું કૌભાંડ ઝડપાયું


પાટણ, 22 જૂન (હિ.સ.)પાટણ જિલ્લાના દેલમાલ ગામમાં નકલી ચલણી નોટો છાપી બજારમાં ચલાવવાના કૌભાંડનો એલસીબી અને ચાણસ્મા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડીને 500 રૂપિયાની 492 બનાવટી નોટો જપ્ત કરી છે.

બાતમીના આધારે શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્ષની દુકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી નિકુલજી હમીરજી ઠાકોર અને એક બાળ કિશોરને નકલી નોટો છાપતા રંગેહાથ ઝડપવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન પોલીસે બનાવટી નોટો ઉપરાંત પ્રિન્ટર, કોમ્પ્યુટર, મોબાઇલ ફોન, મોટરસાયકલ અને અન્ય સાધનો સહિત કુલ રૂ. 1.01 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ કોમ્પ્યુટર અને કલર પ્રિન્ટરની મદદથી 500 રૂપિયાની નકલી નોટો તૈયાર કરતા હતા.

ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતાં પોલીસે વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ કેસમાં દિલ્હી સ્થિત ધીરજ ચૌહાણ, કૈલાશ તેમજ મંડલોપના પપ્પુ ઠાકોરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande