
પોરબંદર,22 જૂન (હિ.સ.)દેરોદર ગામની વાકુ સીમ વિસ્તારમાં રોડની સાઈડ પર જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે નવીબંદર પોલીસે દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય છ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ કાર્યવાહી દરમિયાન પોરબંદરના જયુબેલી-ખાપટ રોડ વિસ્તારના રહેવાસી લીલા ભાયા પરમાર તથા ગરેજ ગામના રહેવાસી રામ કુંભાભાઈ કડછાની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે અરભમભાઈ (બખરલા), ભાવેશ ભીમાભાઈ ભૂતિયા (દેરોદર), કાના નથુભાઈ બાપોદરા, રણમલ દુલાભાઈ બાપોદરા (બાપોદર) તેમજ વજેશ રાજશી ઓડેદરા અને જેઠા મોરી (કોટડા) સહિતના આરોપીઓ પોલીસને જોઈ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રૂ.52,200ની રોકડ રકમ તેમજ જુગાર સંબંધિત મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya