પોરબંદર શહેરમાં ચરસના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
પોરબંદર, 22 જૂન (હિ.સ.) : પોરબંદરમાં નશીલા પદાર્થોને વેચાણ અને હેરાફેરી સામે પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના શીતલપાર્ક વિસ્તારમાં દરોડો પાડી 618 ગ્રામ મારીઝુઆના/હસ
પોરબંદર શહેરમાં ચરસના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા.


પોરબંદર, 22 જૂન (હિ.સ.) : પોરબંદરમાં નશીલા પદાર્થોને વેચાણ અને હેરાફેરી સામે પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના શીતલપાર્ક વિસ્તારમાં દરોડો પાડી 618 ગ્રામ મારીઝુઆના/હસીસ (ચરસ)ના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચરસ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1.62 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર અને સેવન સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત SOG પોલીસ ઈન્સન્સ્પેક્ટર એમ. એન. જાડેજાએ સ્ટાફને સતત બાતમી એકત્ર કરવાની સૂચનાઓ આપી હતી.દરમિયાન SOGના હેડ કોન્સ્ટેબલ મોહિત ગોરાણીયા, કોન્સ્ટેબલ દિલીપ મોઢવાડિયા તથા સરમણભાઈ ખુંટીને ચોક્કસ બાતમી મળી હતી કે સુરુચિ સ્કૂલ સામે શીતલપાર્ક સોનલ પાનવાળી ગલી વિસ્તારમાં આવેલા મકાનમાં બે શખ્સો ચરસના જથ્થા સાથે હાજર છે. બાતમીના આધારે સરકારી પંચોની હાજરીમાં રેઈડ હાથ ધરવામાં આવી હતી.દરોડા દરમિયાન પોલીસે લક્ષીત હરીશભાઈ સીંધવ ખારવા (ઉ.વ.27), રહે. મોતીનિવાસ, મોટા ચોરા, ખારવાવાડ, પોરબંદર તથા ધનંજય ઉર્ફે ધ્રુવ જગદીશ મોતવરસ ખારવા (ઉ.વ.21), રહે. શીતલપાર્ક સોનલ પાનવાળી ગલી, પોરબંદરને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 618 ગ્રામ વજનનો ચરસનો જથ્થો, જેની કિંમત અંદાજે રૂ.1,54, 500 થાય છે, તેમજ બે મોબાઈલ ફોન કિંમત રૂ.8,000 મળી કુલ રૂ.1,62,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ સામે ઉદ્યોગનગર પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓ ચરસ ક્યાંથી લાવ્યા હતા, કોને વેચવાના હતા અને આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande