ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે ગાંધીનગર જિલ્લાકક્ષાની અંડર-13 ચેસ પસંદગી સ્પર્ધા યોજાઈ
- અંડર-13 વયજૂથના 105 ખેલાડી ભાઈઓ અને 29 બહેનોએ એમ કુલ 134 બાળખેલાડીઓએ ભાગ લીધો. ગાંધીનગર, 22 જૂન (હિ.સ.) : ચેસ ગાંધીનગર જિલ્લા એસોસિયેશનના સહયોગથી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે આજે ગાંધીનગર જિલ્લાકક્ષાની ‘અંડર-13 સ્ટેટ ચેસ ચેમ્પિયન
Under-13 Chess Selection


- અંડર-13 વયજૂથના 105 ખેલાડી ભાઈઓ અને 29 બહેનોએ એમ કુલ 134 બાળખેલાડીઓએ ભાગ લીધો.

ગાંધીનગર, 22 જૂન (હિ.સ.) : ચેસ ગાંધીનગર જિલ્લા એસોસિયેશનના સહયોગથી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે આજે ગાંધીનગર જિલ્લાકક્ષાની ‘અંડર-13 સ્ટેટ ચેસ ચેમ્પિયનશિપ – 2026 માટેની પસંદગી સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંડર-13 ચેસ સ્પર્ધામાં ગાંધીનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી અંડર-13 વયજૂથના પ્રતિભાશાળી 105 ખેલાડી ભાઈઓ અને 29 બહેનોએ એમ કુલ 134 બાળખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેલાડીઓએ પોતાની ચેસ કૌશલ્ય, વ્યૂહાત્મક વિચારશક્તિ અને એકાગ્રતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. છોકરાઓ અને છોકરીઓની સ્પર્ધાઓ અલગ-અલગ યોજાઈ હતી.

સ્પર્ધામાં છોકરીઓ માટે પાંચ રાઉન્ડ તો છોકરાઓ માટે છ રાઉન્ડની સ્પર્ધા રાખવામાં આવી હતી. અંડર-13 ગર્લ્સમાં પાંચ રાઉન્ડના અંતે પ્રથમ ક્રમે પાંચ પોઈન્ટ સાથે આર્ના મહેતા પ્રથમ ક્રમે આવી હતી. જ્યારે ચાર પોઈન્ટ સાથે બીજા ક્રમે ડેલિશા કપૂર, ત્રીજા ક્રમે જેનિશા પટેલ, ચોથા ક્રમે યાન્વી સોલંકી અને પાંચમા ક્રમે દેવશ્રી ઉપાધ્યાય વિજેતા બન્યા હતા. જ્યારે અંડર-13 બોય્ઝમાં છ રાઉન્ડના અંતે 6 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે પટેલ જૈત્ર, બીજા ક્રમે 6 પોઈન્ટ સાથે પાલિવાન દ્રોણા તેમજ ત્યારબાદ પાંચ પોઈન્ટ સાથે સોલંકી વિહાન ત્રીજા ક્રમે, ચોથા ક્રમે વસાવા હેત અને પાંચમા ક્રમે શર્મા જિતાર્થ વિજેતા બન્યા હતા.

સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોચના પાંચ ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ છોકરાઓ અને છોકરીઓ એમ બંને વિભાગમાંથી પ્રથમ બે ખેલાડીઓની રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી. આ પસંદ થયેલા ખેલાડીઓની રાજ્યકક્ષાની સ્પર્ધાની એન્ટ્રી ફી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ભરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande