

- છોટાઉદેપુરના કદવાલ જૂથ ગ્રામપંચાયત માં સરપંચ પતિ અને સરપંચ સાથે ભાભર ગામના ગ્રામજનો વચ્ચે ચકમક જડતા છુટ્ટા હાથની મારામારી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
છોટાઉદેપુર, 22 જૂન (હિ.સ.) : કદવાલ જૂથ ગ્રામપંચાયત આવાસની મંજૂરી રાખવામાં આવી હતી, જ્યારે કદવાલ જૂથ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે 1) ભાભર 2) ઝરી 3) કદવાલ 4) કાળીકોઈ આ ચાર ગામના લોકો ગ્રામ પંચાયત કચેરી પહોંચ્યા હતા તેં વખતે ભાભર ગામના ગ્રામજનો સરપંચ પાસે વિવિધ વિકાસના કામોની હિસાબ તેમજ ગ્રામ પંચાયતમાં થયેલ ખર્ચનો હિસાબ અને રસ્તો મંજૂર થયો તેનો એસ્ટિમેટની કોપી માંગતા ગ્રામજનોને સરપંચ વચ્ચે મારામારી થઇ હતી હાલતો આ ગ્રામ પંચાયત માં મહિલા સરપંચ રજલી બેન જામસિંગ ચૂંટાયેલા છે પરતું તેઓના પતિ ગ્રામ પંચાયત ની સંચાલન કરે છે. હાલ તો છુટ્ટા હાથની મારા મારી થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે કદવાલ જૂથ ગ્રામપંચાયત માં મારા મારી ની ઘટના ને લઈને લોક ટોળા ઉમટીયા હતા.
લોકોમાં જાગૃતિ આવતા હવે ગ્રામ પંચાયતમાં લોકો સરપંચ પાસે હિસાબો માંગે છે, ત્યારે આવી ઘટનાઓ બને છે. છોટાઉદેપુર જિલ્લામાં આવેલી ગ્રામ પંચાયતમાં સરપંચ ચૂંટાયા બાદ એક હત્થુ શાસન અત્યાર સુધી ચલાવતા હતા અને પ્રજાને જાણકારી આપતા ન હતા પરંતુ લોકોના જાગૃતિ આવતા હવે સરપંચો પ્રજા હિસાબ માગે છે ત્યારે પ્રજાને યોગ્ય જવાબ ન આપે ત્યારે આવી ઘટના બને છે તે આ કદવાલ જૂથ ગ્રામપંચાયત નો એક વરવો નમૂનો છે.
સરપંચ જામસિંગ ભાઈ પતિ કદવાલ જૂથ ગ્રામપંચાયતમાં ગ્રામ સભા હતી, જેમાં ભાભર ગામના લોકો ગ્રામ સભા પત્યા બાદ ગ્રામ પંચાયત ના હિસાબો અને રસ્તો મંજૂર થયેલ હતો એના અસ્તિમેટની કોપી માંગતા હતા જ્યારે અસ્તિમેટની કોપી ન હોવાથી તેને કોપી ના અપાતા ઉગ્ર બોલા ચાલી થઈ હતી અને તેઓ એ મારા મારી કરી હતી. હાલ તો પોલીસ ફરિયાદ આપવાની કાર્યવાહી કરેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ