


-પહેલા વાલિયા અને નેત્રંગને ત્રણ ત્રણ દિવસ ફાળવ્યા હતા જ્યારે હવે વાલિયાને 2 અને નેત્રંગને 1 દિવસ છે
-ખેડૂતોને દસ્તાવેજ અઠવાડિયું કે 15 દિવસ લંબાઈ જાય છે અને ધર્મના ધક્કા વધી જાય છે
ભરૂચ 22 જૂન (હિ.સ.)
વાલિયાના સબ રજીસ્ટ્રાર બે તાલુકાનો કાર્યભાર સંભાળે છે તેમને નેત્રંગનો પણ ચાર્જ આપવામાં આવ્યો છે.બે તાલુકા સંભાળવાના હોવાથી નેત્રંગને બુધવાર અને વાલિયાને મંગળવાર તથા શુક્રવાર ફાળવેલ છે. પહેલા જ્યારે નેત્રંગ અને વાલિયાના સબ રજીસ્ટ્રાર અલગ અલગ હતા ત્યારે વાલિયાને સોમ ,મંગળ અને બુધ એમ ત્રણ દિવસ ફાળવેલ હતા અને નેત્રંગને બુધ ,ગુરુ અને શુક્રવાર ફાળવેલ હતા.મહેસુલ વિભાગને દસ્તાવેજથી ઘણું મોટુ આર્થિક ઉપાર્જન થાય છે પરંતુ લોકો અસુવિધાઓથી ઘણા હેરાન પરેશાન થઈ ગયા છે.
તાલુકા કક્ષાની કચેરીઓમાં દસ્તાવેજોની નોંધણી અને મહેસૂલ વિભાગને લગતી અન્ય મહત્વની કામગીરીઓ છેલ્લા કેટલાક સમયથી ખોરવાઈ ગઈ છે. સર્વર ડાઉન રહેવાના કારણે ફાઈલોનો ભરાવો થઈ રહ્યો છે અને લોકોના કામોમાં લાંબો વિલંબ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને પગલે મહેસૂલ વિભાગ દ્વારા તાકીદે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
ખેડૂતો સહિત સબ રજીસ્ટ્રાર કચેરીના કામો માટે આવતા લોકોની માંગ છે કે વાલિયા સબ રજીસ્ટ્રાર કચેરીને પહેલાની જેમ સોમ ,મંગળ અને બુધવાર ફાળવવામાં આવે તથા નેત્રંગ સબ રજીસ્ટ્રાર કચેરીને બુધ ,ગુરુ અને શુક્રવાર ફાળવવામાં આવે . બીજુ વાલિયા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઇન્વર્ટર હોવા છતાં કનેક્શન આપેલ નથી જેથી પાવર ન હોય તો કોઈપણ જાતના કામ થતા નથી.
ઈન્વર્ટર અને બેટરી પણ શોભાના ગાંઠિયાની જેમ બિન ઉપયોગી પડી રહ્યા છે.જેના કારણે દૂરથી દસ્તાવેજ ,પાવર ઓફ એટર્ની કે સાઠાખત કરવા આવેલ વ્યક્તિઓને પરત જવું પડે છે અને તેના દસ્તાવેજ માટે ઘણી વખત તો અઠવાડિયા જેવો સમય લાગી જાય છે. વાલિયા અને નેત્રંગ ખાતે સરકારી જીસ્વાન કનેક્ટિવિટી પણ ડાઉન હોય છે જેને લીધે તાલુકા કક્ષાએ દસ્તાવેજો અને અન્ય કામો રખડી પડે છે અને મોડા પડે છે જેથી ખેડૂતો અને લોકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બાબતે મહેસુલ વિભાગ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
કમળાબેન ઇન્સ્પેક્ટર ઓફ રજીસ્ટ્રાર ભરૂચને અગાઉ ઘણી રજૂઆતો કરેલ છે . હાલની પરિસ્થિતિ માટે ટેલિફોનીક સંપર્ક કરતા જણાવેલ કે અમારી પાસે કર્મચારીઓ નથી ઝઘડિયા પણ જવાનું હોય છે .આ બાબતે ઉપર લખીને યોગ્ય ભરતી કરાવું છું .વડોદરાથી બોલાવવા પડશે કર્મચારીઓને. બીજું ઈન્વર્ટર અને બેટરીના કનેક્શન માટે એ લોકોને નોટીસ આપી દઉં છું કરાવી આપી છું .
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ