રાજકોટમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ લગ્નની લાલચ આપી યુવતીને બે વાર માતા બનાવી
રાજકોટ,22 જૂન (હિ.સ.) રાજકોટમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ લગ્નની લાલચ આપી યુવતીને બે વાર માતા બનાવી હોવાના ગંભીર આક્ષેપનો મામલો સામે આવ્યો. રાજકોટના આજીડેમ ચોક વિસ્તારમાં રહેતી યુવતીએ ભરત ચંદ્રપાલ નામના યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ
રાજકોટમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ લગ્નની લાલચ આપી યુવતીને બે વાર માતા બનાવી


રાજકોટ,22 જૂન (હિ.સ.) રાજકોટમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ લગ્નની લાલચ આપી યુવતીને બે વાર માતા બનાવી હોવાના ગંભીર આક્ષેપનો મામલો સામે આવ્યો.

રાજકોટના આજીડેમ ચોક વિસ્તારમાં રહેતી યુવતીએ ભરત ચંદ્રપાલ નામના યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ બંને એક કેટરિંગ સંસ્થામાં સાથે કામ કરતા હતા

રાજકોટ: શહેરમાં પ્રેમસંબંધ, લિવ-ઇન રિલેશનશિપ અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મના ગંભીર આક્ષેપનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. યુવતીની ફરિયાદના આધારે આજીડેમ પોલીસે આરોપી ભરત ચંદ્રપાલની ધરપકડ કરી છે.

ફરિયાદ મુજબ બંને એક કેટરિંગ સંસ્થામાં સાથે કામ કરતા હતા, જ્યાં પરિચય બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવતીના આક્ષેપ મુજબ આરોપીએ લગ્ન કરવાની ખાતરી આપી તેની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન બંને વચ્ચે વારંવાર શારીરિક સંબંધો બંધાયા હતા, જેના કારણે યુવતી બે વખત ગર્ભવતી બની હતી. પ્રથમ બાળકનો અધૂરા માસે જન્મ થયા બાદ બે દિવસમાં મોત થયું હતું, જ્યારે બીજી વખત જન્મેલી પુત્રી હાલ ત્રણ માસની છે.

ફરિયાદ મુજબ યુવતી લગ્નની વાત કરતી ત્યારે આરોપી આર્થિક સ્થિતિનો હવાલો આપી લગ્ન ટાળતો હતો. દરમિયાન આરોપી દારૂના નશામાં ઝઘડા કરતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. 31 મેના રોજ નાણાંની બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપી અન્ય એક મહિલા સાથે ગેસ્ટહાઉસમાં ગયો હોવાની માહિતી મળતાં યુવતી પોતાની દીકરી સાથે માતાના ઘરે જતી રહી હતી. યુવતીનો આક્ષેપ છે કે બાદમાં આરોપીએ તેનો અને બાળકનો ત્યાગ કરી દીધો હતો.

પોલીસ હાલ સમગ્ર કેસના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. યુવતીના નિવેદન, ઉપલબ્ધ પુરાવા અને અન્ય સાક્ષીઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande