અમદાવાદમાં રિક્ષાનું મિનિમમ ભાડું 25 રૂપિયા,ભાડામાં 5નો વધારો
અમદાવાદ, 22 જૂન (હિ.સ.) : ઈરાન-અમેરિકા ના યુદ્ધ સમયથી વધતા જતા સીએનજીના ભાવના કારણે હવે રિક્ષા ચાલકોને ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ રિક્ષા ચાલક એસોસિયેશનની માંગણીને સ્વીકારીને ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીએ રિક્ષાચાલકોને ભાડામાં
Minimum rickshaw fare in Ahmedabad is Rs 25


અમદાવાદ, 22 જૂન (હિ.સ.) : ઈરાન-અમેરિકા ના યુદ્ધ સમયથી વધતા જતા સીએનજીના ભાવના કારણે હવે રિક્ષા ચાલકોને ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ રિક્ષા ચાલક એસોસિયેશનની માંગણીને સ્વીકારીને ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીએ રિક્ષાચાલકોને ભાડામાં વધારો કરવાની છૂટ આપવામાં આવી છે. રિક્ષાનું મિનિમમ ભાડું 20 રૂપિયા હતું જેમાં 5 રૂપિયાનો વધારો કરીને 25 રૂપિયા કરવામાં આવ્યું છે.

રિક્ષા ચાલકો પ્રતિ કિલોમીટરે 15 રૂપિયા લેતા હતા જેમાં 5 રૂપિયાનો વધારો કરીને 20 રૂપિયા કરવામાં આવ્યા છે.

અંદાજે ત્રણ વર્ષ બાદ રિક્ષા ચાલકોને ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.

પેટ્રોલ અને ડીઝલની સાથે સાથે સીએનજીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે મહિનામાં સીએનજીના ભાવમાં 6 રૂપિયા જેટલો વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. જેથી સીએનજીના ભાવ 88ને પાર પહોંચી ગયા છે. જેના કારણે સૌથી વધુ રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી ભાડામાં કોઈપણ વધારો કરવામાં આવ્યો નહોતો. તેમજ અનેક રજૂઆત છતાં ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં ન આવતા હવે રિક્ષા ચાલક એક્તા યુનિયને જાતે જ ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી દીધી હતી.

રિક્ષા ચાલક એકતા યુનિયને રિક્ષા ચાલકોને વધારા સાથેનું ભાડું વસૂલવા છૂટ આપી

સીએનજીના ભાવમાં સતત વધારો થતા રિક્ષા ચાલકોએ જાતે ભાડામાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. અનેક વખત વાહન વ્યવહાર કમિશનરને ભાડામાં વધારો કરવા માટે રજૂઆત કરી હતી. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નહોતો.

જેથી હવે આખરે કંટાળીને રિક્ષા ચાલક એકતા યુનિયને રિક્ષા ચાલકોને વધારા સાથેનું ભાડું વસૂલવા છૂટ આપી દીધી હતી. તેની સાથે સાથે રિક્ષા ચાલક એક્તા યુનિયને એક કિલોમીટર દીઠ 20 રૂપિયા ભાડું વસૂલવા માટે અને મીનીમમ ભાડું 50 રૂપિયા સુધી લેવાની છૂટ આપવા માટે સરકારને રજૂઆત પણ કરી હતી.

જેને લઈને હવે વાહન વ્યવહાર કમિશનર કચેરીએ વચગાળાનો રસ્તો અપનાવ્યો છે. રિક્ષા ચાલક એકતા યુનિયન સાથે બેઠક યોજી હતી. જેમાં ટ્રાન્સપોર્ટ કમિશનર, અમદાવાદ આરટીઓ અધિકારી, રિક્ષા ચાલક વેલફેર એસોસિયેશનના પ્રમુખ, સ્માર્ટ સિટી ડ્રાઇવર યુનિયનના પ્રમુખ અને નિષ્ણાંતો સાથે બેઠક મળી હતી. જેમાં સર્વસંમતિથી ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે રિક્ષા ચાલક એકતા યુનિયને રજૂઆત કરેલી બે માંગણીઓમાંથી માત્ર એક જ માંગણી સ્વીકારવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande