એ.ટી.એમ.કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો સભ્ય ઝડપાયો.
પોરબંદર, 23 જૂન (હિ.સ.) પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટાફે એટીએમમાંથી રૂપિયા ઉપાડવામાં મદદ કરવાના બહાને કાર્ડ બદલી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતી ઠગાઈનો ભેદ ઉકેલી એક શાતિર આરોપીને ઝડપી પાડયો છે. આરોપી પાસેથી અલગ-અલગ બેંકોના 6 એટીએમ કાર્ડ કબજે કરવામ
એ.ટી.એમ.કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો સભ્ય ઝડપાયો.


પોરબંદર, 23 જૂન (હિ.સ.) પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટાફે એટીએમમાંથી રૂપિયા ઉપાડવામાં મદદ કરવાના બહાને કાર્ડ બદલી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતી ઠગાઈનો ભેદ ઉકેલી એક શાતિર આરોપીને ઝડપી પાડયો છે. આરોપી પાસેથી અલગ-અલગ બેંકોના 6 એટીએમ કાર્ડ કબજે કરવામાં આવ્યા છે. 20 જૂનના રોજ શીતળાચોક જલારામ મંદિર પાસે રહેતી ધર્મિષ્ઠા ભરતભાઈ ખુદાઈએ ફરિયાદ નોંધાવી હતી કે એક અજાણ્યા શખ્સે એટીએમમાં રૂપિયા ઉપાડવામાં મદદ કરવાના બહાને તેમનું એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું અને ત્યારબાદ તેમના ખાતામાંથી રૂ.40 હજાર ઉપાડી છેતરપિંડી આચરી હતી. ફરિયાદના આધારે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતાં આરોપી રાજકોટના શિવાજી પાર્ક વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દીપકસિંહ સંતોષસિંહ સેંગર, મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ રાજકોટ નિવાસી, ને ઝડપી પાડ્યો હતો.

તપાસ દરમિયાન આરોપીએ પોરબંદર સહિત અન્ય શહેરોમાં પણ વૃદ્ધ, અભણ અને એટીએમનો ઓછો ઉપયોગ કરતા લોકોને નિશાન બનાવી છેતરપિંડી કર્યાની કબૂલાત આપી હતી. આરોપી એટીએમમાં મદદના બહાને કાર્ડનો પીન નંબર જાણી લેતો અને ત્યારબાદ કાર્ડ બદલી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતો હોવાનું સામે આવ્યું છે.

તેણે પોરબંદરમાં એક વૃદ્ધના ખાતામાંથી રૂ.22 હજાર તથા ધોરાજીમાં રૂ.30 હજાર ઉપાડયાની કબૂલાત પણ આપી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે રાજકોટ, જૂનાગઢ, ગોંડલ, પડધરી, મોરબી સહિત વિવિધ શહેરોમાં છેતરપિંડી અને ચોરીના કુલ 17 ગુનાઓ નોંધાયેલા છે. આરોપીની મોડસ ઓપરેન્ડી એકસરખી હોવાથી વધુ ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમગ્ર કામગીરી ર્કિતિમંદીર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર કે.વી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.પી. મોરી, એએસઆઈ બી.એસ. ચાંડપા, યુએચસી કે.એમ. શીંગરખીયા, એપીસી હોથીભાઈ અરજણભાઈ, જય રમેશભાઈ, પુષ્પરાજસિંહ દેવેન્રસિંહ અને ડબલ્યુપીસી કીર્તિ ભરતભાઈએ સફળતાપૂર્વક પાર પાડી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande