જામનગરમાં સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : 4 વિદ્યાર્થીઓનો સામાન્ય ઈજા સાથે બચાવ
જામનગર, 23 જૂન (હિ.સ.) જામનગરમાં કાલાવડ હાઈવે ઉપર મહાપ્રભુજીની બેઠક પાસે જામનગર મહાનગરપાલિકાની સિટી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બસને અંદાજે રૂપિયા 70,000નું નુકસાન થયું હતું, જ્યારે બસમાં મુસાફરી કરી રહેલી સજુબા શાળાની 4 વિદ્યાર્થીનીઓને
સ્કૂલ બસ અને સિટી બસ વચ્ચે અકસ્માત


જામનગર, 23 જૂન (હિ.સ.)

જામનગરમાં કાલાવડ હાઈવે ઉપર મહાપ્રભુજીની બેઠક પાસે જામનગર મહાનગરપાલિકાની સિટી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બસને અંદાજે રૂપિયા 70,000નું નુકસાન થયું હતું, જ્યારે બસમાં મુસાફરી કરી રહેલી સજુબા શાળાની 4 વિદ્યાર્થીનીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.ફરિયાદ મુજબ, પટ્ટણીવાડ વિસ્તારમાં રહેતા અને જે.એમ.સી.માં છેલ્લા ત્રણ વર્ષથી સિટી બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સમીર ઇકબાલ કુરેશી મનપાની બસ લઈને ખીમલિયા તરફથી સજુબા સ્કૂલની 17 જેટલી વિદ્યાર્થીનીઓને લઈ જઈ રહ્યા હતા. બસ મહાપ્રભુજી બેઠક વિસ્તાર પાસે પહોંચી ત્યારે તેની આગળ અશોક લેલેન્ડ કંપનીનો ટ્રક ચાલતો હતો. આરોપ છે કે ટ્રક ચાલક દિનેશ સામતભાઈ વઘોરા ટ્રકને બેદરકારી અને ગફલતપૂર્વક ચલાવી રહ્યો હતો. સાલુપીરની દરગાહ નજીક પહોંચતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવતી સિટી બસ ટ્રકના પાછળના ભાગ સાથે અથડાઈ ગઈ હતી.અકસ્માતના કારણે બસના આગળ તથા પાછળના કાચ તૂટી ગયા હતા તેમજ બસના આગળના ભાગે નુકસાન થયું હતું. ફરિયાદમાં અંદાજે રૂપિયા 70,000 જેટલી નુકસાની થયાનું જણાવાયું છે. ઉપરાંત બસમાં બેઠેલી સજુબા સ્કૂલની 4 વિદ્યાર્થીનીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી, જોકે તેમણે કોઈ તબીબી સારવાર લીધી નહોતી.આ બનાવ અંગે બસ ડ્રાઈવર સમીર કુરેશીની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક દિનેશ સામતભાઈ વઘોરા સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande