અદાણી મુંદ્રા એરપોર્ટ પર કમર્શિયલ ઉડાન શરૂ, કચ્છને મુંબઈ અને ગોવા સાથે જોડાણ
મુંદ્રા (ગુજરાત), નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.). અદાણી મુંદ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર, મંગળવારે પ્રથમ કમર્શિયલ ફ્લાઇટની સફળ લેન્ડિંગ સાથે નિયમિત ઉડાન સેવાની શરૂઆત થઈ ગઈ. ગોવાથી સ્ટાર ઇન્ડિયાની ફ્લાઇટ ઉતરતાં જ, વોટર કેનન સલામી સાથે તેનું ભવ્ય સ્વાગત કરવ
જીત અદાણીએ મુંદ્રા એરપોર્ટના નવા બનેલા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું


મુંદ્રા (ગુજરાત), નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.). અદાણી મુંદ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર, મંગળવારે પ્રથમ કમર્શિયલ ફ્લાઇટની સફળ લેન્ડિંગ સાથે નિયમિત ઉડાન સેવાની શરૂઆત થઈ ગઈ. ગોવાથી સ્ટાર ઇન્ડિયાની ફ્લાઇટ ઉતરતાં જ, વોટર કેનન સલામી સાથે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (એએએચએલ)ના ડાયરેક્ટર, જીત અદાણીએ મુંદ્રા એરપોર્ટના નવા બનેલા ટર્મિનલનું ઉદ્ઘાટન પણ કર્યું.

એએએચએલના ડાયરેક્ટર જીત અદાણીએ, મુંદ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટથી કમર્શિયલ ઉડાનોની શરૂઆત પર ખુશી વ્યક્ત કરતાં તેને ઐતિહાસિક દિવસ ગણાવ્યો. તેમણે કહ્યું કે, આ હવાઈ સેવાની શરૂઆતથી મુંદ્રાના લોકલ બિઝનેસ અને ટૂરિઝમ બંનેને મોટો બૂસ્ટ મળશે. જીત અદાણીએ જણાવ્યું કે પહેલાં મુંદ્રા પહોંચવા માટે લોકોને એક કે બે જગ્યાએ રોકાઈને લાંબી સફર કરવી પડતી હતી, પરંતુ હવે આ ડાયરેક્ટ ફ્લાઇટ સર્વિસને કારણે મુસાફરોનો એ સમય ઘણો ઓછો થઈ ગયો છે.

જીત અદાણીએ કહ્યું કે, અદાણી મુંદ્રા એરપોર્ટથી વાણિજ્યિક ઉડાનો શરૂ થયા બાદ અડાણી મુંદ્રા એરપોર્ટ સંપૂર્ણપણે ઇન્ટિગ્રેટેડ, મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ તરીકે આગળ વધવા તૈયાર છે. તેમણે કહ્યું કે, ટર્મિનલનું નિર્માણ રેકોર્ડ સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું. સ્ટાર એર અને ઉડાન યોજના સાથેના સહયોગથી નવી કનેક્ટિવિટી શરૂ થઈ છે. આથી મુંદ્રાની દેશના અન્ય ભાગો સાથે હવાઈ સંપર્ક ક્ષમતા વધશે.

સાથે જ, નવા બનેલા અદાણી મુંદ્રા એરપોર્ટ પર કમર્શિયલ ફ્લાઇટ ઑપરેશન સત્તાવાર રીતે શરૂ થઈ ગયા. આ અવસરે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ડાયરેક્ટર જીત અદાણીની પત્ની દિવા જેમીન શાહ પણ ઉપસ્થિત હતાં. એરપોર્ટ પર હાજર અધિકારીઓ અને કર્મચારીઓએ આ ખાસ ક્ષણને યાદગાર બનાવી દીધી.

અદાણી ગ્રુપના સફળ ડેવલપમેન્ટ મોડલ પર બનેલું મુંદ્રા એરપોર્ટ કાર્યક્ષમતા અને વિકાસ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનો રનવે 1,900 મીટર લાંબો છે, જે અનેક પ્રકારના પેસેન્જર અને કાર્ગો એરક્રાફ્ટને સંભાળવામાં સક્ષમ છે. આ એક આધુનિક ટર્મિનલ છે, જેમાં મોટી પાર્કિંગ, અનેક ચેક-ઇન કાઉન્ટર, આરામદાયક લાઉન્જ અને ફુલ-સર્વિસ ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande