
નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને બુધવારે અહીં સ્થિત 82 દેશોના રાજદૂતોને ભેટ સ્વરૂપે ભારતીય કેરીઓ મોકલી છે.
ભાજપાના વિદેશ મામલા વિભાગના પ્રભારી ડૉ. વિજય ચૌથાઈવાલેએ, બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમમાં કેરીના મહત્ત્વ અંગે વ્યક્ત કરાયેલા વિચારોમાંથી પ્રેરણા લઈને, પાર્ટી અધ્યક્ષ નિતિન નવીને નવી દિલ્હીમાં સ્થિત 82 દેશોના મિશન પ્રમુખોને ભારતીય કેરીઓ મોકલી છે.
મિશન પ્રમુખોને મોકલાયેલી આ ભેટમાં કેરીની ચાર મુખ્ય જાતો—કેસર, દશહરી, બંગનપલ્લી અને લંગડા—નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સાથે એક વ્યક્તિગત સંદેશ પણ મોકલવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે, દરેક કેરી પોતાની પ્રાદેશિક વિશેષતા, સ્વાદ અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ પહેલ ભારતની ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે અને વિશ્વ સાથે ભારતીય સંસ્કૃતિ, સૌહાર્દ અને મીઠાશ વહેંચવાનો એક પ્રયાસ છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ