સિટકો કંપની વિરૂદ્ધ લાપરવાહી અને બેદરકારીનાં આક્ષેપો
સુરત, 23 જૂન (હિ.સ.) કરોડો રૂપિયાનાં ખર્ચે સિટકો દ્વારા સુરત રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી રહી છે. મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેક્ટ અંતર્ગત સહારા દરવાજાથી સુરત રેલવે સ્ટેશનનાં પાછળનાં હિસ્સામાં સાકાર થઈ રહેલ એલિવેટેડ રોડ માટે ઉભા ક
સિટકો કંપની વિરૂદ્ધ લાપરવાહી અને બેદરકારીનાં આક્ષેપો


સુરત, 23 જૂન (હિ.સ.) કરોડો રૂપિયાનાં ખર્ચે સિટકો દ્વારા સુરત રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી રહી છે. મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેક્ટ અંતર્ગત સહારા દરવાજાથી સુરત રેલવે સ્ટેશનનાં પાછળનાં હિસ્સામાં સાકાર થઈ રહેલ એલિવેટેડ રોડ માટે ઉભા કરવામાં આવેલ પિલ્લરો પૈકી બે પિલ્લરોને ઉતારી પાડવાની ઘટના પ્રકાશમાં આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે વાયરલ થઈ રહેલા વીડિયોમાં ગર્ડર નમી જવાને કારણે સિટકો કંપની દ્વારા પાપ છુપાવવા માટે બે પિલ્લરો ઉતારી પાડવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે. ભ્રષ્ટાચારને છુપાવવા માટે જ કંપની દ્વારા આ બંને પિલ્લરો જમીનદોસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતાં સર્જાયેલા વિવાદ વચ્ચે સિટકો કંપની દ્વારા ડ્રોઈંગમાં ફેરફાર થયો હોવાને કારણે આ કામગીરી કરવામાં આવી રહી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.

સુરત શહેરનાં આઈકોનિક પ્રોજેક્ટ પૈકી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ અંતર્ગત સુરત રેલવે સ્ટેશનને વૈશ્વિક સ્તરનું બનાવવા માટેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે અન્વયે સહારા દરવાજાથી સીધા રેલવે સ્ટેશન પહોંચી શકાય તે માટે સિટકો કંપની દ્વારા એલિવેટેડ રોડ બનાવવામાં આવી રહ્યો છે. અંદાજે 450 કરોડ રૂપિયાનાં ખર્ચે એલિવેટેડ રોડની કામગીરી દરમિયાન આજે ભારે વિવાદ સર્જાવા પામ્યો છે.

સહારા દરવાજા પાસે આવેલ રેલવે ગોડાઉન વિસ્તારમાં એલિવેટેડ બ્રિજનો એક ગર્ડર તુટી પડ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. વાયરલ વીડિયોમાં બે પિલ્લર વચ્ચે મુકવામાં આવેલ ગર્ડર નમી ગયો હોવાનું સ્પષ્ટ ફલિત થઈ રહ્યું છે. સિટકો કંપની દ્વારા એલિવેટેડ બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર અને લાપરવાહીનાં આક્ષેપો વચ્ચે કંપનીનાં અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. તેઓએ આ સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોંઈગમાં ફેરફાર થવાને કારણે બે પિલ્લરોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને હવે નવા ડ્રોઈંગને ધ્યાને રાખીને આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. કંપનીનાં અધિકારીએ આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની બેદરકારી કે લાપરવાહી ન હોવાનો પણ દાવો કર્યો હતો.

વહેલી સવારથી જ સુરત શહેરમાં ચર્ચાનું કેન્બનેલ એલિવેટેડ બ્રિજનાં બે પિલ્લરો ઉતારી પાડવાની ઘટનાને પગલે કંપનીનાં અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. કંપનીનાં અધિકારીઓએ ઘટના અંગે કોઈપણ પ્રકારની લાપરવાહી કે ભ્રષ્ટાચારનો છેદ ઉડાવી દેવામાં આવ્યો હતો અને ડ્રોઈંગની જરૂરિયાતને ધ્યાને રાખીને કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ જે સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે અંગે તેમણે ચોખવટ કરતાં જણાવ્યું હતું કે, આ વીડિયો સુરતનો નથી અને એલિવેટેડ બ્રિજની કામગીરી સાથે આ વીડિયોને કોઈપણ પ્રકારનો સંબંધ ન હોવાનો પણ ખુલાસો કરવામાં આવ્યો હતો.સહારા દરવાજાથી સુરત રેલવે સ્ટેશનને જોડતા એલિવેટેડ બ્રિજની કામગીરી દરમિયાન સપોર્ટિંગ સ્ટ્રક્ચર હટાવતી વખતે ગર્ડર નમી ગયો હોવાનો વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. જો કે, આજે સવારથી જ વાયરલ થઈ રહેલો વીડિયો અંદાજે દોઢ મહિના જુનો હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ જે પિલ્લરો વીડિયોમાં જોવા મળી રહ્યા છે તે પિલ્લરોનો મોટા ભાગનો હિસ્સો ઉતારી પાડવામાં આવ્યો છે અને જેને પગલે કંપનીની જ કામગીરી દરમિયાન કોઈ ખામી કે કચાશ રહી ગઈ હોય તેવી શક્યતાઓ પણ શહેરીજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande