કવાંટ તાલુકામાં કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
છોટાઉદેપુર, 23 જૂન (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા કવાંટના કોમ્યુનિટી હોલ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવવા, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-2013 (POSH Act) અંતર્ગત એક જાગૃતિ સેમિનારનું
મહિલા


મહિલા


મહિલા


છોટાઉદેપુર, 23 જૂન (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા કવાંટના કોમ્યુનિટી હોલ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવવા, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-2013 (POSH Act) અંતર્ગત એક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કવાંટ વિસ્તારની આંગણવાડી કાર્યકર, તેડાગર અને સુપરવાઇઝર બહેનો સહિત મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી હીના ચૌધરીએ જણાવ્યું હતું કે, મહિલાઓને કાર્યસ્થળે સુરક્ષિત, સન્માનજનક અને ભેદભાવમુક્ત વાતાવરણ મળવું એ તેમનો બંધારણીય અને માનવ અધિકાર છે. તેમણે કાયદાની વિવિધ જોગવાઈઓ, આંતરિક ફરિયાદ સમિતિ (ICC) અને સ્થાનિક ફરિયાદ સમિતિ (LCC) ની ભૂમિકા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મહિલાઓને શોષણ સામે અવાજ ઉઠાવવા અને જાગૃત બનવા આહવાન કર્યું હતું.

બાળ વિકાસ યોજના અધિકારી (CDPO) એમી ઠક્કર (કવાંટ ઘટક-2 ) દ્વારા ઉપસ્થિત બહેનોને 'વ્હાલી દીકરી યોજના' સહિતની સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને ગ્રામીણ સ્તરે કાયદાકીય જાગૃતિ લાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં સહભાગી તમામ બહેનોને કીટ (ફોલ્ડર ફાઇલ, પેન, ડાયરી અને માહિતી પુસ્તિકા) નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં CDPO અન્નપૂર્ણાબેન (ઘટક-1 ), DHEW યોજનાના કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર, તેડાગર અને સુપરવાઇઝર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande