ભોજભાઈ ખાચર નગર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026ની ઉજવણી
બોટાદ,23 જૂન (હિ.સ.) બોટાદ શહેરની ભોજભાઈ ખાચર નગર પ્રાથમિક શાળા નં. 23 ખાતે તા. 23 જૂન, 2026ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, બોટાદ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બાલવાટિકા તથ
શાળા પ્રવેશ ઉત્સવ ની ઉજવણી


બોટાદ,23 જૂન (હિ.સ.) બોટાદ શહેરની ભોજભાઈ ખાચર નગર પ્રાથમિક શાળા નં. 23 ખાતે તા. 23 જૂન, 2026ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, બોટાદ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બાલવાટિકા તથા ધોરણ-1માં નવપ્રવેશિત બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને શિક્ષણની મુખ્યધારામાં જોડવામાં આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ નવપ્રવેશિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમના શૈક્ષણિક જીવનની શુભ શરૂઆત કરાવવામાં આવી હતી. બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે અને તેઓ નિયમિત રીતે શાળામાં અભ્યાસ કરે તે માટે વિવિધ મહાનુભાવોએ પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન દિલીપ જોષી, શાસનાધિકારી પીપાવત, જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદના સી.એલ. ભીકડિયા, પાલિકાના કારોબારી ચેરમેન નીતિનભાઈ, જાયન્ટસ સંસ્થાના લાલજી કળથીયા, રાજુ ડેરૈયા, કમલેશ દવે, ભાવેશ ગજેરા, ઇમરાન રાવાણી, શાળાના આચાર્ય રાજેશ ઓઝા, એસએમસીના સભ્યો, કોર્પોરેટરો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા શ્રીજી આનંદ ડેવલપર્સ તથા પૂજ્ય વિજય હેમપ્રભુસૂરી મહારાજ સાહેબની પ્રેરણાથી હાલારી વિશા ઓશવાળ આદીજીન સેવા ટ્રસ્ટના સૌજન્યથી નવપ્રવેશિત બાલવાટિકા અને ધોરણ-1ના વિદ્યાર્થીઓને સુંદર શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ રહ્યું કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે મહેમાનોના વરદહસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા અને બાળકોને ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રેરિત કરવા માટે અત્યંત સફળ અને પ્રેરણાદાયી સાબિત થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande